વિસનગરના બિલ્ડરને ચેક રીટર્ન કેસમાં ખેડબ્રહ્મા કોર્ટ દ્વારા બે વર્ષની કેદ અને ચાર લાખનો દંડ ફટકારાયો.

મહેસાણા

મહેસાણા જિલ્લાના વિસનગરના રહેવાસી બળદેવભાઈ ગંગારામ પ્રજાપતિએ ખેડબ્રહ્માના ઉષાબેન નાથુસિંહ કુંપાવત પાસેથી સારા સંબંધોના કારણે 6,00,000 ઉછીના લીધેલ અને સદરહુ રકમ પેટે ₹1, 70 હજાર રૂપિયા ઉષાબેનના ખાતામાં જમા કરાવવા આવ્યા હતા. અને બાકીની રકમ પેટે આરોપી બળદેવભાઈ ગંગારામ પ્રજાપતિએ ઇડર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નો ચાર લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. જે ચેક ઉષાબેને તેમના ખાતામાં જમા કરાવતા બળદેવભાઈના ખાતામાં પૂરતું ભંડોળ ન હોય ચેક સ્વીકારાય વિના પરત ફર્યો હતો. જેથી ફરિયાદી ઉષાબેને બળદેવભાઈ ગંગારામ પ્રજાપતિ વિરુદ્ધ ચેક રીટર્નની ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદીના વકીલ વિરલ કે. વોરા ની દલીલોને નામદાર કોર્ટે ગ્રાહી રાખી બળદેવભાઈ પ્રજાપતિને બે વર્ષની સાદી કેદની સજા અને ચાર લાખ રૂપિયા નો દંડ ચૂકવવાનો હુકમ કરેલ અને આરોપી દંડની રકમ ભરવામાં કરે તો વધુ ચાર માસની કેદની સજા ભોગવવાનું હુકમ કર્યો હતો.

અહેવાલ : – ગુજરાત બ્યુરો