📍 વિસાવદર – વિસાવદરની સેસન્સ કોર્ટમાં ચાલેલા ચર્ચાસ્પદ પોકસો કેસમાં આજે મહત્વપૂર્ણ ચુકાદો આવ્યો છે. યુવા ધારાશાસ્ત્રી કમલેશ બી. જોશીની ધારદાર દલીલોના આધારે કોર્ટએ આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે.
📌 કેસની પૃષ્ઠભૂમિ:
ફરિયાદ મુજબ એક કિશોરીને લગ્નના ઇરાદે અપહરણ કરીને તેની સંમતિ વિના બળાત્કાર કરાયો હોવાનો આરોપ લાગ્યો હતો. પીડિતાના પિતાએ આ અંગે વિસાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને ચાર્જશીટ રજુ કરી હતી અને કેસ સ્પેશિયલ પોકસો કોર્ટમાં ચલાવાયો હતો.
🧑⚖️ બચાવ પક્ષની દલીલો:
ધારાશાસ્ત્રી કમલેશ જોશીએ સાક્ષીઓની ઉલટતપાસ અને કાયદાકીય મુદ્દાઓ દ્વારા દલીલ કરી કે પીડિતાની ઉંમર સાબિત કરવા કોઈ આધારકારક પુરાવા – જેમ કે જન્મનો દાખલો, આધાર કાર્ડ વગેરે રજૂ કરવામાં આવ્યા નહોતાં. માત્ર રેડિયોલોજીકલ રિપોર્ટના આધારે સગીર હોવાનું અનુમાન કરી શકાતું નથી.
તેમજ પીડિતા અને તેના માતા–પિતાની વિવાદાસ્પદ જુબાની અને સગપણના અસ્પષ્ટ પુરાવાઓ કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા.
⚖️ ચુકાદો:
આ તમામ દલીલો અને પુરાવાઓ ધ્યાને લઈ સેસન્સ જજ જયેશકુમાર શ્રીમાળીએ આરોપીને નિર્દોષ ઠરાવતાં છોડી મુકવાનો હુકમ કર્યો.
🎉 જાહેર પ્રતિસાદ:
વિસાવદર તાલુકામાં આ કેસ ખાસ ચકચારી હતો. ચુકાદા પછી ધારાશાસ્ત્રી કમલેશ જોશીને વિસાવદર વિસ્તારમાંથી શુભેચ્છા અને અભિનંદન મળ્યા છે.
🖊️ અહેવાલ: આસીફ કાદરી, વિસાવદર