વિસાવદરના ચાપરડા હેલીપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ભાવભેર સ્વાગત

જૂનાગઢ, તા. ૧૧:
રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વિસાવદર તાલુકાના ચાપરડા બ્રહ્માનંદ આશ્રમ હેલીપેડ પર આગમન સમયે ઊજળી આવકાર પરંપરા મુજબ ભાવભેર સ્વાગત કરવામાં આવ્યું.

આ અવસરે મુખ્યમંત્રીનું કૃષિ મંત્રી અને જિલ્લા પ્રભારી રાઘવજીભાઈ પટેલ, સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, રેન્જ IG નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી નિતીન સાંગવાન, જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા, સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, તેમજ ચાપરડા બ્રહ્માનંદ આશ્રમના પ્રતિનિધિઓ સહિતના અગ્રણીઓએ ભવ્ય રીતે સ્વાગત કર્યું.

મુખ્યમંત્રીએ આજના પ્રવાસમાં જૂનાગઢ જિલ્લાને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી હતી અને રાજ્યના સર્વાંગી વિકાસના સંકલ્પને દ્રઢ બનાવ્યો.


અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ