વિસાવદરના બરડીયા ખાતે ઇકોઝોનની વિરુદ્ધના મહાસંમેલનમાં આપનેતા પ્રવિણ રામે ભાજપના સાંસદ સભ્ય સહિતના તમામ નેતાઓને લોકો માટે પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ

જૂનાગઢ

નર્મદા ઇકોઝોનના આંદોલનમાં લોકો માટે ત્યાંના ભાજપના સાંસદ સભ્ય સહિત તમામે રાજીનામા ધરી દીધા હતા ,તો ગીરમાં લોકોના પ્રશ્નો માટે જૂનાગઢના સાંસદ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિ ક્યારે રાજીનામા આપશે

ભાજપના સાંસદ સભ્ય ,ધારાસભ્ય અને ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિ લોકો માટે રાજીનામા આપી દે, તો બીજા જ દિવસે હું મારા પક્ષને પૂછ્યા વિના લોકો માટે મારા પક્ષમાંથી લડત સુધી રાજીનામું આપી દઈશ

આ પ્રોગ્રામમાં ઇકોઝોન માટે છેલ્લા 8 વર્ષથી લડત લડનાર આપનેતા પ્રવીણ રામ, હીરાભાઈ જોટવા, કરશનબાપુ ભાદરકા, પરેશભાઈ ગોસ્વામી, હરેશભાઈ સાવલિયા, કરશનભાઈ, હિતેશ વઘાસિયા, રાજુભાઈ બોરખતરીયા,ભાવેશભાઈ તેમજ ભાજપના સાસણના ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય ભૂસાભાઇ તેમજ વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા

અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)