વિસાવદરમાં ભગવાન પરશુરામની જન્મજયંતિ ધામધૂમથી ઉજવાશે, બ્રહ્મ સમાજે શોભાયાત્રા સહિતની વિશાળ તૈયારીઓ શરૂ કરી!

વિસાવદર (તાલુકા સમાચાર):
આગામી ૨૯ એપ્રિલ, ૨૦૨૫, અખાત્રીજના પાવન દિવસે વિસાવદર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન પરશુરામની જન્મજયંતિ વિશાળ ઉત્સાહ અને ભવ્ય આયોજન સાથે ઉજવાશે. તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને સમગ્ર સમાજમાં આનંદનો માહોલ સર્જાયો છે.

પ્રમુખ ગિજુભાઈ વિકમાની આગેવાનીમાં યોજાયેલી મિટિંગમાં બ્રહ્મ યુવાનો દ્વારા જવાબદારીઓ વહોરી કાઢવામાં આવી હતી અને વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી. જન્મજયંતિની ઉજવણીમાં ડીજેના તાલે રાસ-ગરબા, ભવ્ય શોભાયાત્રા અને મહાપ્રસાદના આયોજન સાથે ભક્તિમય માહોલ સર્જાશે.

✨ મુખ્ય આયોજનોમાં:

  • તારીખ: ૨૯ એપ્રિલ ૨૦૨૫ (અખાત્રીજ)
  • શોભાયાત્રાની શરૂઆત: બપોરે ૪:૦૦ વાગ્યે, રાજગોર બ્રહ્મ સમાજની વાડીથી
  • ટ્રેકટરો ઉપર ભગવાન પરશુરામનાં શણગારવાળા ફોટા, નાના બાળકો દ્વારા ભગવાન પરશુરામનાં પાત્ર સ્વરૂપે અભિનય
  • શોભાયાત્રાનો માર્ગ: કાનાબારવાળી શેરી – પોલીસલાઇન – ડોબરીયા પ્લોટ – ધારી બાયપાસ – જૂની હવેલી પોલીસ સ્ટેશન – સમાપન બ્રહ્મ સમાજની વાડી
  • સમાપન: મહાઆરતી અને પ્રસાદ વિતરણ સાથે

આમંત્રણ:
વિસાવદર સમસ્ત બ્રહ્મ સમાજે સમગ્ર વિસ્તારના તમામ બ્રહ્મબાંધવો તેમજ અન્ય સમાજના ભક્તજનને શોભાયાત્રામાં જોડાવા તેમજ પ્રસાદનો લાભ લેવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે.

પ્રમુખ ગિજુભાઈ વિકમાની જણાય મુજબ, “આ દિવસ માત્ર પાવનજ નથી, આપણા બળ અને સંસ્કારના દર્શન કરાવતો દિવસ છે.”

📍રિપોર્ટર: આસીફ કાદરી, વિસાવદર