
વિસાવદર:
૮૭- વિસાવદર વિધાનસભા ક્ષેત્રમાં મતદારયાદી સંબંધિત ગંભીર મુદ્દે આજે કોંગ્રેસના આગેવાનો દ્વારા ચૂંટણી અધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. વિશિષ્ટ વિગતો મુજબ, ભાજપ તરફથી મતદારયાદીમાં ઘાલમેલ થતું હોવાનું આશંકિત કરી રજૂઆત કરનારા આગેવાનો ડેપ્યુટી કલેક્ટર અને ચૂંટણી અધિકારીને રૂબરૂ મળ્યા હતા અને સમગ્ર મામલે ચર્ચા પણ કરી હતી.
રજુઆત દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ભાઈ શ્રી ગોપાલભાઈ ઇટાલીયા સહિત શ્રી મનોજભાઈ સોરઠીયા, શ્રી હરેશભાઈ સાવલિયા, શ્રી વિપુલભાઈ પોંકીયા, શ્રી મહેન્દ્રભાઈ ડોબરીયા, શ્રી જેન્તીભાઈ, શ્રી મુકેશભાઈ રીબડીયા અને શ્રી હરેશભાઈ ગળથ ઉપસ્થિત રહ્યા હતા.
આગેવાનોનું માનવું છે કે ભાજપ દ્વારા મતદારયાદીમાં કાયદેસર પ્રક્રિયાના વિરુદ્ધ જઈને જૂના મતદારોના નામ કાઢી નાખવા અથવા નકલી નામ ઉમેરવાના પ્રયાસો થઈ શકે છે. તેવા કોઈ પણ પ્રકારના ષડયંત્ર સામે કડક પગલાં લેવા અને સ્વચ્છ ચૂંટણી સુનિશ્ચિત કરવા અંગે તેમણે ચૂંટણી અધિકારી સમક્ષ સ્પષ્ટ માંગણી કરી છે.
ચૂંટણી અધિકારીએ રજૂઆત નોંધતાં મામલે યોગ્ય તપાસ અને જરૂરી કાર્યવાહી કરવાનો આશ્વાસન આપ્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ઉગ્ર બને તે શક્યતા નકારી શકાય નહીં.
અહેવાલ: આસીફ કાદરી, (વિસાવદર)