
વિસાવદર, તા. ૨૭ એપ્રિલ ૨૦૨૫:
વિસાવદરના દાઉદી વોરા સમાજ દ્વારા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલામાં મોતને ભેટેલા નિર્દોષ ભારતીયોને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. સમૂહે એકત્ર મળી બે મિનિટનું મૌન પાળી શહીદ થયેલા ભારતમાતાના સપૂતોના આત્મા માટે શાંતિની પ્રાર્થના કરી હતી.
આ તકે સમુદાયના સભ્યોએ મૃત્યુ પામેલા ભારતીયોના પરિવારોને આ દુખદ ક્ષણે ધીરજ અને સਬਰ આપવા માટે ઈશ્વર આગળ દુઆ પણ કરી હતી. સમગ્ર કાર્યક્રમ સરળતા અને ભાવવિભોર વાતાવરણમાં સંપન્ન થયો હતો.
અહેવાલ: આસીફ કાદરી, વિસાવદર