જૂનાગઢ:
વિસાવદર વિધાનસભા બેઠક માટે તા. ૧૯ જૂને યોજાનાર પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી જીલ્લાના શ્રમિક વર્ગમાં મતદાન જાગૃતિ ફેલાવવા માટે ખાસ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી.
પાટલા ગામે આવેલી ઓસ્ટિન ઇન્જિનિયરિંગ કંપની, ભાટગામના વોશિંગ ધાટ શુદ્ધિકરણ યોજના તથા ચણાકાના જય સરદાર ફૂડના શ્રમિકોએ નિર્ભયતાથી અને કોઈપણ જાત, ધર્મ, ભાષા કે પ્રલોભનથી પ્રભાવિત થયા વગર મતાધિકારનો ઉપયોગ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી મતદાન શપથ લીધો.
જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ અને મદદનીશ શ્રમ આયુકત કચેરીના આયોજનથી યોજાયેલા SWEEP કાર્યક્રમમાં લેબર ઓફિસરે શ્રમિકોને મતદાનના અધિકાર, તેમના માટેની ખાસ છૂટછાટો તથા લોકશાહી પ્રત્યેની જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું.
કાર્યક્રમમાં સંબંધિત સંસ્થાઓના મેનેજરો અને સંચાલકોએ પણ શ્રમિકોને મતદાન માટે ઉત્સાહિત કર્યા હતા.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ