જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગાર વેરાવળ વિભાગ નાઓ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા અને આવા બનેલ ગુન્હાઓ શોધી કાઢવા સુચના આપેલ હોય જે અનુસંધાને
તાલાલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.જે.એન.ગઢવી નાઓની સુચના તેમજ માર્ગદર્શન મુજબ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ પો.હેડ.કોન્સ ડી.બી.ગાધે તથા એ.એસ.આઇ આર.પી.ડોડીયા તથા પી.જી.કાગડા તથા પો.હેડ.કોન્સ જી.પી.મારૂ તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ જયસિંહ પરમારએ રીતેના પોલીસ સ્ટાફના માણસો ટાઉન વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને સયુંકત બાતમી હકિકત મળેલ કે, તાલાલા પીપળવા રોડ ઉપર રીક્ષા સ્ટેશન પાસે બે શંકાસ્પદ ઇસમો મો.સા મા વચ્ચે બાયકુ રાખી ઉભા હોય જે હકિકત વાળી જગ્યાએ પહોચી બાચકુ ખોલી જોતા બાચકામા તાંબા પીતળ, કાંસાના અલગ અલગ વાસણો હોય જે બાબતે યુકતી પ્રયુકતીથી પુછપરછ કરતા મજકુર ઇસમોએ વિસાવદર ખાતેથી ચોરી કરેલાનુ જણાવતા હોય જેથી સદરહુ આરોપી વિરૂધ્ધ તાલાલા પો.સ્ટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
> આરોપી :-
(૧) અર્જુનભાઇ ભાવેશભાઇ વાળા જાતે.દેવીપુજક રહે, તાલાલા નરસંગ ટેકરી તા.તાલાલા હાલ રાજકોટ
(૨) રાકેશભાઇ ધીરૂભાઇ સોલંકી જાતે.દેવીપુજક મુળ રહે,વિસાવદર બસ સ્ટેશન પાસે હાલ
રહે, રાજકોટ
હુડકો ચોકડીની પાસે જગેશ્વર વેલનાથ વિસ્તાર તા.જી.રાજકોટ
- કબ્જે કરેલ મુદામાલ :-
તાંબા પીતળ, કાંસાના વાસણો નંગ – ૭૧ કુલ કિંમત ૨૮,૫૫૦/-
> કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-
પોલીસ ઇન્સપેકટર જે.એન.ગઢવી તથા સર્વેલન્સ સ્કોડના પો.હેડ.કોન્સ ડી.બી.ગાધે તથા એ.એસ.આઇ આર.પી.ડોડીયા તથા એ.એસ.આઇ પી.જી.કાગડા તથા પો.હેડ.કોન્સ જી.પી.મારૂ તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જયસિંહ પરમાર
અહેવાલ : પ્રકાશ કારાણી વેરાવળ.