વિસાવદર યુથ કોંગ્રેસ પ્રમુખ પદે અકીલ ચોટલિયા બિનહરીફ ચૂંટાયા

વિસાવદર,
વિસાવદર વિધાનસભા વિસ્તારમાં યુથ કોંગ્રેસની ચૂંટણીના સંદર્ભમાં આજે મહત્વપૂર્ણ પરિણામ સામે આવ્યું છે. મોણિયા ગામના યુવા અગીલ ચોટલિયા વિસાવદર યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

વિસાવદરમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ગરમાવો ઊજાગર હતો જ્યાં યુથ કોંગ્રેસના હોદા માટે વિસ્તારોમાં ઉમેદવારી અને અભિગમ જમાવાનો દૌર જોવા મળ્યો હતો. જોકે યુવા અને સર્વસામાન્યમાં લોકપ્રિય અકીલ ચોટલિયા સામે કોઈ બીજો ઉમેદવાર મેદાને ન આવતા તેઓને એકમાત્ર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા અને તેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા.

અકીલ ચોટલિયા ગ્રેજ્યુએટ છે અને હાલ IKF ગ્રૂપમાં આસિસ્ટન્ટ સેલ્સ ઓફિસર તરીકે સેવા આપી રહ્યા છે. યુવા નેતા તરીકે તેમની કામગીરીને કારણે તેઓમાં લોકપ્રિયતા વધી રહી છે અને તેઓને ઠેરઠેરથી શુભેચ્છા મળતી થઈ રહી છે.

વિસાવદર તાલુકા તેમજ યૂથ કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ આનંદનો માહોલ છવાઈ ગયો છે અને સોશિયલ મીડિયા પર પણ શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે.

રિપોર્ટર: આસીફ કાદરી, વિસાવદર