વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં માહોલ ગરમાયો:

વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં માહોલ ગરમાયો:ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મ સામે અપક્ષના ઉમેદવાર રજનીકાંત વાઘાણી દ્વારા વાંધો ઉઠાવ્યો છે. વાંધો એ છે કે કિરીટ પટેલે સરકારી ફોર્મમાં ફેરફાર કરીને પોતાની મરજી મુજબનું ફોર્મ રજૂ કર્યું છે.

ચૂંટણી દરમિયાન સરકાર દ્વારા નક્કી કરાયેલ ફોર્મેટ પ્રમાણે એફિડેવિટ આપવું જરૂરી હોય છે, પણ કિરીટ પટેલે આ ફોર્મેટમાં કેટલીક મહત્વપૂર્ણ વિગતો છુપાવ્યાની અને ખોટી વિગતો રજૂ કરવાની ફરિયાદ કરી છે.

આ વિવાદને લઈને રજનીકાંત વાઘાણીએ ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી છે અને જો તેમની માંગ સ્વીકારવામાં ન આવે તો કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ આપી છે.

વિસાવદર વિધાનસભા ચૂંટણીની રાજકીય મહેફિલ હવે વધુ ગરમાતી જાય તેવી શક્યતા છે.

રિપોર્ટર: આસીફ કાદરી, વિસાવદર