વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૫

પ્રિન્ટિંગ પ્રેસના પ્રતિનિધિઓને કાયદાકીય નિયમોથી અવગત કરાવ્યા: મુદ્રક-પ્રકાશકના નામ સરનામા હોવા અનિવાર્ય

જૂનાગઢ, તા. ૨૮ મે:
જીલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષસ્થાને વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના સંદર્ભમાં જૂનાગઢ શહેર, ગ્રામ્ય વિસ્તારો, વિસાવદર અને ભેસાણના પ્રિન્ટિંગ પ્રેસના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઇ.

જિલ્લા ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે, ચૂંટણી પ્રક્રિયા પારદર્શક, નિષ્પક્ષ અને ન્યાયી હોવી ખૂબ જરૂરી છે. ઉમેદવારોના ખર્ચ પર કડક દેખરેખ રાખવા માટે કોઈપણ પ્રકારનું ચોપાણિયા, પેમ્પ્લેટ કે અન્ય પ્રચાર સામગ્રી પ્રિન્ટ કરાવવી હોય તો તે માટે ભારતીય ચૂંટણી પંચના નિયમો તેમજ લોકપ્રતિનિધિત્વ ધારા-1951 ની કલમ 127Aનું પાલન કરવું ફરજિયાત છે.

તે મુજબ પ્રિન્ટ કરાયેલ તમામ સાહિત્યમાં મુદ્રક અને પ્રકાશકનું નામ સરનામું સ્પષ્ટ રીતે દર્શાવવું જરૂરી છે. સાથે જ પ્રિન્ટ કરાયેલ દરેક કોપીની એક નકલ પ્રકાશક અને છપાવનાર બંને પાસે રાખવી પણ આવશ્યક છે.

આ બેઠકમાં પ્રિન્ટિંગ પ્રશ્ન પ્રતિનિધિઓને છાપવામાં આવતી ચોપાણિયા, પેમ્પ્લેટ વગેરેની કાયદાકીય ફરજીઓની વિગતવાર જાણકારી આપી અને યોગ્ય અમલવારી માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર પી.એ. જાડેજા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.જે. જાડેજા, નાયબ માહિતી નિયામક એસ.જે. બળેવીયા અને સંબંધિત અધિકારીઓ સાથે પ્રિન્ટિંગ પ્રેસના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ