વિસાવદર વિધાનસભા બેઠક માટે ચૂંટણી પ્રક્રિયા તેજ બની છે. આજે કોંગ્રેસ પાર્ટી તરફથી નિતીન રાણપરીયાએ તેમનું નામાંકન ફોર્મ સત્તાવાર રીતે ભર્યું છે.
ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન પૂર્વ વિધાનસભ્ય અને કોંગ્રેસના અગ્રણીઓ પરેશ ધાનાણી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. નીતિન રાણપરીયાના સમર્થકો અને ટેકેદારો પણ મોટી સંખ્યામાં તેમની સાથે જોડાયા હતા, જેના કારણે ચૂંટણી કાર્યાલયના આસપાસ ઉલ્લાસભર્યું માહોલ જોવા મળ્યો હતો.
કોંગ્રેસ પક્ષ આ વખતે વિસાવદર બેઠક પર પોતાનું પકડ ફરીથી મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે અને નીતિન રાણપરીયા જેમ કે લોકપ્રિય અને જૂથને સંકલિત રાખનારા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે.
👉 રીપોર્ટર: આસીફ કાદરી – વિસાવદર