જૂનાગઢ,
૮૭-વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કીરીટ પટેલે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતમાં વિસાવદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી ફોર્મ રજુ કર્યું હતું.
તે પૂર્વે કીરીટ પટેલે માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતના પૂર્વ મુખ્યમંત્રી અને જનનાયક સ્વ. કેશુભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ આપી આશિર્વાદ લીધા હતા. ત્યારબાદ, વિસાવદર શહેરમાં ભવ્ય વિજય સંકલ્પ સભા યોજાઈ હતી જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પદાધિકારીઓ અને કાર્યકરોને સંબોધિત કર્યા હતા.
ઉમેદવારી નોંધણી દરમ્યાન કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, કુંવરજી બાવળિયા, સાંસદો વિનોદ ચાવડા અને રાજેશ ચુડાસમા, ચૂંટણી પ્રભારી કમલેશ મીરાણી, જયેશ રાદડિયા, ભાજપના જીલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા, ધારાસભ્ય સંજય કોરડીયા, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ભાલાળા સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.
વિજય સંકલ્પ સભા બાદ ભવ્ય રેલી યોજી ઉપસ્થિત જનમેદનીને લોકશક્તિમાં પરિવર્તિત કરાયો હતો. રેલી અંતે કીરીટ પટેલે Returning Officer સમક્ષ ઉમેદવારી પત્રક રજુ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઉત્સાહભેર પાર્ટી કાર્યકરો અને સ્થાનિક જનતાનો ઉમંગ જોવા મળ્યો.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ