વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીની મતગણતરી જૂનાગઢમાં યોજાશે

જૂનાગઢ:

વિસાવદર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણીની મતગણતરી જૂનાગઢ કૃષિ યુનિવેશિટી, કૃષિ ઇજનેરી મહાવિદ્યાલય ખાતે તા. 23 જૂન, 2025ના રોજ યોજાશે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ કાઉન્ટિંગ સેન્ટરના સ્થળની મુલાકાત લીધી હતી. તેમણે સ્ટ્રોંગ રૂમ, કાઉન્ટિંગ હોલ, CCTV મોનિટરિંગ રૂમ સહિત તમામ જરૂરી સુવિધાઓ સુચારુ અને સુરક્ષિત રીતે ગોઠવવા માટે નિર્દેશ આપ્યા છે.

તેમજ, મતગણતરી સ્ટાફ અને મતગણતરી એજન્ટોની અવર-જવર માટે જરૂરી બેરીકેટિંગ કરવી જરૂરી હોવાનું તેમણે સૂચવ્યું છે, જેથી મતગણતરી કાર્યમાં કોઈ પણ પ્રકારની વિક્ષેપ કે અવરોધ ન થાય.

કાઉન્ટિંગ સેન્ટરની મુલાકાત વખતે જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા, આચારસંહિતાના નોડલ ઓફિસર કે.વી. બાટી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ડી.જે. જાડેજા અને માર્ગ તથા મકાનના કાર્યપાલક ઈજનેર દિનેશ નાધેરા સહિતના અધિકારીઓ હાજર રહ્યા.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જુનાગઢ