વિસાવદર વિધાનસભા વિસ્તારમાં સંભવિત પેટાચૂંટણી અંગે ખર્ચ નિરીક્ષણ ટીમોની તાલીમ યોજાઈ

જૂનાગઢ, તા. ૯ મે |

અહેવાલ :-નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ

આગામી ૮૭-વિસાવદર વિધાનસભા મતવિસ્તારની સંભવિત પેટાચૂંટણી-૨૦૨૫ને ધ્યાનમાં રાખીને ચૂંટણી ખર્ચની કામગીરીને પારદર્શક અને નિયમિત બનાવવા માટે વિવિધ ખર્ચ નિરીક્ષણ ટીમોની તાલીમ યોજાઈ હતી.

ટ્રેનિંગનો હેતુ:

વિભિન્ન ટીમોના કાર્યકરમો સમજાવવી અને તેમની જવાબદારીઓ નિર્ધારિત કરવી.

ટ્રેનિંગમાં સામેલ ટીમો:

  • એફ.એસ.ટી. (ફલાઈંગ સ્ક્વોડ ટીમ)
  • એસ.એસ.ટી. (સ્ટેટિક સર્વેલન્સ ટીમ)
  • વી.એસ.ટી. (વિડિયો સર્વેલન્સ ટીમ)
  • વી.વી.ટી. (વિડિયો વ્યુઅર ટીમ)
  • એકાઉન્ટિંગ ટીમ

પ્રશિક્ષણનું આયોજન:

  • સ્થળ: કલેક્ટર કચેરી, જૂનાગઢ
  • માર્ગદર્શન: જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટર
  • સંયોજન: નોડલ અધિકારી (ખર્ચ નિરીક્ષક), જિલ્લા વિકાસ અધિકારી
  • તાલીમ આપનાર: આસિસ્ટન્ટ નોડલ અધિકારી તથા લોકલ ફંડના એકઝામીનર

આ તાલીમના માધ્યમથી દરેક ટીમને તેમના ચૂંટણીકાળ દરમિયાન જવાબદારીથી કાર્ય કરવા માટે તૈયાર કરવામાં આવી છે જેથી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા અને કાયદેસર ખર્ચ નિયંત્રણ સુનિશ્ચિત કરી શકાય.