વિસાવદર: હાઇકોર્ટની સૂચના મુજબ કોર્ટમાં શ્રદ્ધાંજલી શોક સભાનું આયોજન, આતંકી હુમલામાં મૃત્યુ પામનારાઓને શ્રદ્ધાંજલી

વિસાવદર, તા. ૨૪ એપ્રિલ:
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા તાજેતરના આતંકી હુમલામાં આત્મવિશ્વાસ અને દેશભક્તિ માટે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. ગુજરાત હાઇકોર્ટની સૂચના અને માર્ગદર્શન અનુસાર, વિસાવદર સિવિલ કોર્ટ ખાતે શહીદ થયેલા દીવાર્ગત આત્માઓને શ્રદ્ધાંજલિ અર્થે એક શોક સભાનું આયોજન કરવામાં આવ્યું.

આ શોક સભામાં વિસાવદર કોર્ટના મુખ્ય ન્યાયાધીશ શ્રી એસ.એસ. ત્રિવેદી સાહેબ, બાર એસોસિએશન, તેમજ કોર્ટ સ્ટાફના તમામ સદસ્યોએ હાજરી આપીને આતંકી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ આપતા બે મિનિટનું મૌન પાળ્યું.

આ કાર્યક્રમનો હેતુ આતંકી હુમલામાં પીડિત વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ અર્થે પ્રાર્થના અને દયાને પ્રદાન કરવાનો હતો, જેથી તેમના આત્માઓને શાંતિ મળી શકે. આ કાર્યક્રમમાં વિસાવદર કોર્ટના ન્યાયાધીશ, બાર એસોસિએશન ના તમામ સભ્યો તથા કોર્ટ સ્ટાફ ઉપસ્થિત રહ્યા.

રીપોર્ટર:
આસીફ કાદરી, વિસાવદર