વીજળીથી બચવા માટે ઉપયોગી સૂચનાઓ બહાર પડાઈ.
જૂનાગઢ વરસાદની સાથે વીજળી ત્રાટકવાની પણ સંભાવનાઓ રહેતી હોય છે. ત્યારે તાત્કાલિક સલામત આશ્રય શોધવો જરૂરી બને છે. ઉપરાંત વીજળીના બનાવ વખતે જરૂરી તકેદારી લેવામાં આવે તો જીવન બચાવવામાં મદદરૂપ થાય છે.
વીજળી કોઈપણ વસ્તુ પર ત્રાટકતી હોય છે. વીજળી પડવાની સંભાવનાઓ હોય ત્યારે ઘરમાં જ રહો અથવા ઘરની અંદર જતા રહો વીજળીનો કડાકો સંભળાય તો અનિવાર્યપણે જરૂરી ન હોય તે સિવાય બહાર ન જશો બારી બારણા અને વીજળી ના ઉપકરણોથી દૂર રહો. વીજળી ના વાહક બને તેવી કોઈપણ ચીજ વસ્તુથી દૂર રહો આ બાબતોમાં પઠા રેડીએટર ચૂલા ધાતુની નળી ઝીંક અને ફોનનો સમાવેશ થાય છે વાવાઝોડું તોફાન આવતું હોય તે પહેલા જ ઉપકરણોના વાયર પ્લગમાંથી કાઢી નાખો પરંતુ તોફાન દરમિયાન તેમ કરવું નહીં.
ટીવી, મ્યુઝિક, મિક્ચર -બ્લેન્ડર , ઈસ્ત્રી, હેર ડ્રાઇવર ઇલેક્ટ્રિકલ રેઝર જેવા વિદ્યુત ઉપકરણો જેનો સંપર્ક પ્લગ સાથે ચાલુ હોય તેનો ઉપયોગ કરશો નહીં.
જો વીજળી તમારા ઘર પર પડે તો તેનો વીજભારવહન થઈને તમારા સુધી પહોંચી શકે છે. વાવાઝોડા દરમિયાન ટેલીફોનનો ઉપયોગ કરશો નહીં. વીજળી બહાર આવેલી ટેલીફોન લાઈનો ઉપર તાટકી શકે છે. ખાસ આકસ્મિકતા હોય તે પૂરતું જ ટેલીફોનનો ઉપયોગ કરો. સિન્ક, બાથ અને નળ સહિત નળીઓનો સંપર્ક ટાળો ઘરની બહાર હોય ત્યારે વીજળી થી બચી શકાય તેવું આશરો શોધવો મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય પરંતુ આવું કોઈ મકાન આસપાસમાં ન મળે તો તેમ કોઈ બખોલ ખાઈ અથવા ગુફામાં રક્ષણ મેળવી શકાય. વૃક્ષો યોગ્ય આશ્રય ગણાય નહીં. ઉચા વૃક્ષો વીજળીને આકર્ષે છે, વૃક્ષોનો આશ્રય લેવો નહીં
જો મુસાફરી કરતા હોવ તો તમારા વાહનમાં જ રહો
વાહનો વીજળીથી તમને સૌથી સારું રક્ષણ પૂરું પાડી શકે છે. જેનું છાપરું મજબૂત હોય તેવી કાર વાહનમાં રહો જો આશ્રય ન મળી શકે તોવિસ્તારમાં ના ઊંચા માળખામાં આશ્રય લેવો નહીં. આસપાસમાં માત્ર એકાદ વૃક્ષ હોય તો આવા વૃક્ષની ઊંચાઈથી બમણા અંતરે ખુલ્લામાં આશ્રય લેવો હિતાવહ ગણાય. આસપાસની જમીનના અંતરથી વધુ ઊંચા માળખા ધરાવતા વિસ્તારમાં આશ્રય લેવાનું ટાળો. લોકોના ટોળામાં રહેવાના બદલે છુટા છવાયા વિખરાઈ જાઓ.
ધાતુનું આવરણ ધરાવતી ચીજ વસ્તુઓનો ઉપયોગ કરવો નહીં.
બાઈક, વીજળી અથવા ટેલીફોનના થાંભલા, તારની વાડ, યંત્રો વગેરે સહિત ધાતુની ચીજ વસ્તુઓથી દૂર રહો. પાણીની બહાર નીકળી જાઓ. આમાં પાણીમાં રહેલ નાની હોડીઓ માંથી બહાર નીકળી જવાનો સમાવેશ થાય છે. હોળીમાંથી તાત્કાલિક બહાર નીકળેલને પુલ, તળાવ અને અન્ય જળાશયો માંથી દૂર રહો
જ્યારે વીજળીનો ઝટકો લાગે ત્યારે તમારા માથાના વાળ ઊભા થઈ જાય અથવા ચામડીમાં જણજણાટ થાય ત્યારે વીજળી તમારી આસપાસ ત્રાટકવા ઉપર છે તેમ સમજવું. તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકી દેવા. જમીન પર સૂવું નહીં અથવા તો જમીન પર હાથ ટેકવવા નહીં.
વીજળીનો આંચકો લાગેલી વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર (કાર્ડિયો પાલ્મોનરી રિસસિટેશન) એટલે કે કુત્રિમ શ્વાસોશ્વાસ આપવો જોઈએ
તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
અહેવાલ :- જગદીશ યાદવ (જૂનાગઢ)