વેક્યુમ એસીસ્ટેન્ડ વુડ ક્લોઝર પદ્ધતિ થી ઘાવ પર વહેલી રૂઝ લાવવામાં સફળતા મળી.

જૂનાગઢ ગિરનારી ગ્રુપના શ્રી સમીર દતાણી તથા સંજય બુહેચાએ એક યાદીમાં જણાવેલ છે કે, આજથી બે માસ પહેલા હેતલબેન નામના દર્દીને પગમાં નાની એવી ઈજા થઈ હતી.જે ગિરનારી ગ્રુપના સભ્યશ્રીઓને ધ્યાનમાં આવતા એમણે રૂબરૂ મુલાકાત લેતા દર્દીને ગંભીર ઇજા થઇ હોવાનું ધ્યાને આવ્યું હતું.

ગ્રુપના સભ્યશ્રીઓએ એમ.એસ. જનરલ અને લેપ્રોસ્કોપી સર્જન ડૉ.આનંદ પોપટનો સંપર્ક કરી દર્દીને સારવાર માટે લઈ ગયા હતા. ત્યારે ડોક્ટરે આ દર્દીના બ્લડ રિપોર્ટ, સોનોગ્રાફી સહિતની જરૂરિયાત મુજબ ની તપાસ કરતા દર્દીને ડાયાબિટીસ હોવાનું જણાવી એમને સમજાવ્યું હતું કે, ઓપરેશન કરવું પડશે. અને અંદાજીત સાડા ત્રણ થી ચાર મહિના સુધી આ ઇજાનો ઘાવ ખુલ્લો રાખીને ડ્રેસિંગ કરીને રૂઝ લઈ આવવાનો પ્રયાસ કરવો પડશે. આ બધી વસ્તુ દર્દીના સગાઓને સમજાવી સમજૂતી લઈને ઓપરેશન કરવામાં આવેલ હતું.

ઓપરેશન કર્યા બાદ દર્દીની તબિયતને ધ્યાનમાં રાખીને USC (વેક્યુમ એસીસ્ટેન્ડ વુડ ક્લોઝર) નું આધુનિક પદ્ધતિથી ઘાવ ઉપર સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવેલ હતું. જેથી કરીને આ ઘાવમાં રૂઝ વહેલામાં વહેલી તકે આવે ત્યારબાદ આ ઘાવ ઉપર પ્લાસ્ટિક સર્જરી કરીને બે જ મહિનામાં આ ઘાવમાં રૂઝ આવી જતા દર્દીને સ્વસ્થ હોવાનું જણાવી રજા આપવામાં આવતા દર્દીના પરિવારમાં હર્ષનું મોજુ ફરી વળ્યું હતું. હેતલબેનના પરિવારજનોએ જણાવેલ હતું કે, ડોક્ટર એ ભગવાન નું સ્વરૂપ છે.જે અમોએ પ્રત્યક્ષ નિહાળેલું છે ,જૂનાગઢ ની આસ્થા હોસ્પિટલના ડૉ.ચિંતન યાદવ તથા હોસ્પિટલના વિનમ્ર સ્ટાફનો સારો અનુભવ થયો,

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)