વેદ મૂર્તિ શ્રી ગણેશ્વરશાસ્ત્રી દ્રવિડ જી ની સનાતન વૈદિક ધર્મોત્સવ માં પધરામણી

સનાતન વૈદિક ધર્મોત્સવ ના આયોજનમાં જેમનું સતત માર્ગદર્શન રહ્યું છે જેઓશ્રી વિશ્વના શ્રેષ્ઠ જ્યોતિષ છે એવા પ્રાતઃ વંદનીય પરમ પૂજ્ય ગુરુજી ગણેશ્વરશાસ્ત્રી દ્રવિડજી સનાતન વૈદિક ધર્મોત્સવ માં પધારી રહ્યા છે. ગણેશ્વરશાસ્ત્રી દ્રવિડજી ને અયોધ્યા ખાતે શ્રી રામ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા નું શ્રેષ્ઠ મુહૂર્ત શોધવાની જવાબદારી આપવામાં આવેલ હતી.
લોકસભા-2024 ની ચૂંટણી દરમ્યાન ગણેશ્વરશાસ્ત્રી દ્રવિડજી દ્વારા સૂચિત કરેલ મુહૂર્તના સમયે જ તથા તેઓની ઉપસ્થિતિ માં આપણા યશસ્વિ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજી એ દાવેદારી નોંધાવી હતી.


ગણેશ્વરશાસ્ત્રી દ્રવિડજી વર્તમાન સમયમાં કાશી સ્થિત શ્રી વલ્લભરામ શાલીગ્રામ સાંગવેદ વિદ્યાલય, રામઘાટ કાશી ખાતે પરીક્ષા અધિકારી મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. અને ભારતીય સનાતન સંસ્કૃતિના આધાર સ્તંભરૂપી આપણા વેદ વેદાંગોનું તેઓ નિષ્ઠા સાથે સંરક્ષણ કરી રહ્યા છે. ગણેશ્વરશાસ્ત્રી દ્રવિડજી નું સંપૂર્ણ જ્યોતિષશાસ્ત્ર ને સમર્પિત રહ્યું ક્ષહહે અને ન્યાય , વેદ, શ્રોતયાગ, જ્યોતિષ એવા વિવિધ વિષયોમાં તેઓનો ઊંડો અભ્યાસ રહ્યો છે.રાણપુર ખાતે જે 40 દિવસીય સનાતન વૈદિક ધર્મોત્સવ યજ્ઞ અનુષ્ઠાન ચાલી રહ્યો છે તેમાં તારીખ 16 જાન્યુઆરી અને 17 જાન્યુઆરીએ મહંતશ્રી મહેશ ગીરી બાપુના આમંત્રણને માન આપી ને સૌપ્રથમ વખત સૌરાષ્ટ્ર માં રાણપુર ગામે પધારી રહ્યા છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)