વેપારીના ડેલામાં લુંટના બનાવના આરોપીઓને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

ભાવનગર

માઢિયા રોડ પાસે આવેલ TI ટ્રેડર્સ નામના પ્લોટ નં.F-8,F-9 ના ચોકીદારોના રાત્રીના સમયે હાથ-પગ બાંધી દઇને ચોકીદારના ગળા ઉપર છરી રાખી ડેલાની ચાવી તથા ચોકીદારોના મોબાઇલ ફોન લુંટી લઇને ટ્રક રજી.નંબર-HR-74-B 8129 ડેલામાં લાવી ડેલામાં પડેલ આશરે ૧ ટન જેટલો કોપર ભરેલ જેના અનુસંધાને ભાવનગર એલસીબી દ્વારા ૮ આરોપીઓ ને ઝડપી પાડયા હતા .

તપાસ દરમિયાન સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી તેમજ અગાઉ આ પ્રકારના ગુન્હાઓમાં પકડાયેલ ઇસમોની પુછપરછ કરવામાં આવેલ. આ ગુન્હાના કામે લુંટમાં ઉપયોગમાં આવેલ ટ્રક ડ્રાયવર મળી આવેલ.જે ટ્રક ડ્રાયવરની પુછપરછ દરમિયાન આ ગુન્હાના કામે લુંટ કરવાવાળા માણસોએ ટ્રક ડ્રાયવર સલીમ સમી ખાન ને જયપુરનું ભાડું કરવાનું કહી કુંભારવાડા બોલાવી તેનું અપહરણ કરી એક મકાને ગોંધી રાખી ડ્રાયવરનો મોબાઇલ તથા ટ્રકની લુંટ કરી ડેલામાં લુંટ કરેલ ટ્રક લઇને ગયેલ .

તપાસ દરમિયાન એલ.સી.બી. પોલીસને આ લુંટમાં સંડોવાયેલ બે ઇસમો અંગે માહિતી મળી આવતાં ગઇકાલે આરીફ ધોળીયા તથા યુસુફ ધોળીયા ની પુછપરછ કરતાં તેઓ તથા તેઓના મિત્રોએ મળી આ લુંટને અંજામ આપેલ હોવાની કબુલાત કરેલ.જેથી એલ.સી.બી. સ્ટાફ દ્વારા આ લુંટમાં સંડોવાયેલ હનીફ યુસુફભાઇ ધોળીયા, યુનુસભાઇ રહીમભાઇ ગલઢેરા , યાસીન હારૂનભાઇ લાખાણી, સમીર મુકેશભાઇ ટાંક , મીહીર ઉર્ફે બાડો મુકેશભાઇ ટાંકની ભાળ મેળવી તેઓની આ ગુન્હાના કામે ધોરણસર અટકાયત કરવામાં આવેલ.

અહેવાલ:- સિદ્ધાર્થ ગોઘારી (ભાવનગર)