
વેરાવળ (ઉંબા):
વેરાવળ તાલુકાના ઊંબા ગામે ઓમનાથ મહાદેવના પાવન સાનિધ્યમાં પ્રથમ વખત લોકકલ્યાણના ઉદ્દેશથી શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક કથામાં શ્રદ્ધાળુઓ સાથે સાથે અનેક સંતો-મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં વ્યાસપીઠ પરથી હરિયાણાના વિખ્યાત વક્તા રામેશ્વરબાપુએ ભાવભીની શૈલીમાં રામકથા નું રસપાન કરાવ્યું હતું.
રામકથાના છઠ્ઠા દિવસે કથાના માધ્યમથી રાષ્ટ્રભક્તિનો જ્વાળામુખી સંદેશ પણ પ્રસારિત થયો. વક્તાએ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકી હુમલાનું ઉલ્લેખ કરીને પાકિસ્તાનને “પાપીસ્તાન” કહી ટાંક્યું અને આ હિનસક ઘટનાની કડક નિંદા કરી.
રામેશ્વરબાપુએ જણાવ્યું કે, “શસ્ત્ર અને શાસ્ત્ર બન્નેની આજના સમયમાં જરૂર છે. માત્ર ઉપદેશથી નહીં, જરૂર પડે તો સશસ્ત્ર પ્રતિસાદ પણ આપવા તૈયાર રહેવું જોઈએ. દેશની સુરક્ષા માટે બોર્ડર વ્યવસ્થામાં પણ મજબૂતી લાવવી અનિવાર્ય છે.“
આ પ્રસંગે ઉપસ્થિત રહેલા તમામ સંતો અને આગેવાનો પણ એક મતથી આ ઘટના સામે નારાજગી વ્યક્ત કરી અને કેન્દ્ર સરકારને આવનારા દિવસોમાં વધુ સચોટ અને સખત પગલાં ભરવા માંગ કરી હતી.
આ રામકથા માત્ર ધાર્મિક ઘટનાં નહીં રહી, પરંતુ તેમાં રાષ્ટ્રપ્રેમ, સુરક્ષા અને એકતાનું પાવન સંદેશ વ્યાપી ગયું હતું.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ