વેરાવળના વોર્ડ નં. 7માં નગરસેવક ધારાબેન જોષી દ્વારા ABPS સ્કૂલમાં બાળકોને ફૂલ છોડ વિતરણ સાથે વૃક્ષારોપણનો સંકલ્પ કરાવ્યો

વેરાવળ:
વિકસિત ભારતના અમૃતકાળ અને “સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના ૧૧ વર્ષ”ની ઉજવણી અંતર્ગત, વેરાવળના વોર્ડ નંબર 7ના નગરસેવક ધારાબેન ધર્મેશભાઈ જોષી દ્વારા ‘એક પેડ મારે નામ’ અભિયાન અન્વયે મહત્વપૂર્ણ કાર્યક્રમ આયોજાયો હતો.

આ કાર્યક્રમમાં વેરાવળ સ્થિત આદિત્ય બિરલા પબ્લિક સ્કૂલ (ABPS) ના વિદ્યાર્થીઓને ફૂલ છોડના રોપા વિતરણ કરાયા હતા અને દરેક બાળકને પોતાનું છોડ ઉછેરવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો હતો. બાળકોમાં પર્યાવરણ પ્રત્યે પ્રેમ અને જાગૃતિ ઉભી કરવાનું મુખ્ય ઉદ્દેશ્ય રાખીને યોજાયેલ કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહપૂર્ણ રહ્યો હતો.

આ અવસરે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ જિલ્લા પ્રમુખ માનસિંહભાઈ પરમારના અધ્યક્ષસ્થાને શૈલેષભાઈ મેસવાણિયા, ધર્મેશભાઈ જોષી, જયેશભાઈ પંડ્યા, નગરસેવિકા દિક્ષિતાબેન અઢિયા, સ્કૂલની પ્રિન્સિપાલ રશ્મિ લોહાન મેડમ અને મેનેજમેન્ટ સ્ટાફ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રમુખોએ પોતાના ઉદ્દબોધનમાં બાળકોને વૃક્ષોના મહત્વ અંગે માર્ગદર્શન આપી જણાવ્યું કે દરેક બાળક પોતાના જીવનમાં ઓછામાં ઓછું એક વૃક્ષ જરૂરથી ઉછેરવું જોઈએ, જે દેશ માટે ખૂબ જ ઉપયોગી બનશે.

આ કાર્યક્રમ “ભાજપ સરકારના 11 વર્ષ: સંકલ્પ થી સિદ્ધિ સુધી” ના મહત્વપૂર્ણ આયોજનોમાંથી એક ગણવામાં આવી રહ્યો છે, જેમાં બાળકોને પ્રકૃતિ પ્રત્યે જવાબદારીપૂર્ણ બનાવવાનો પ્રયાસ કરાયો છે.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ