
📍 સ્થળ: મણીબેન કોટક હાઈસ્કૂલ, વેરાવળ
🗓️ તારીખ: 11 મે, 2025 – સવારે 9:00 કલાકથી
🩸 આયોજક: જિલ્લાવહીવટી તંત્ર તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી – સંયુક્ત ઉપક્રમે
હાલની સંવેદનશીલ પરિસ્થિતિ અને આવનારી અસરોને ધ્યાનમાં રાખીને ગીર સોમનાથ જિલ્લામાં બ્લડની તાત્કાલિક જરૂરિયાતોને પહોંચી વળવા, વેરાવળ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ કેમ્પની તડામાર તૈયારી અને સુનિયોજિત આયોજન અંગે પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને એક વિશેષ બેઠક યોજવામાં આવી હતી. જેમાં અનુકૂળ સમયસૂચિ, વ્યવસ્થાપન, સુરક્ષા અને સહકાર બાબતે ચર્ચા કરાઈ હતી.
🗣️ કલેક્ટર ઉપાધ્યાયનો સ્પષ્ટ સંદેશ:
“રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક જવાબદારીના ભાવથી વધુને વધુ નાગરિકોએ આ કેમ્પમાં બ્લડ ડોનેટ કરી પોતાની નૈતિક ફરજ અદા કરવી જોઈએ. આવા સમયમાં રક્તદાન એ સૌથી મોટી સેવા બની શકે છે.”
🧾 બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓ:
- નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ
- પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી
- નેવલ ઓફિસર અક્ષય ઠક્કર
- સિવિલ હોસ્પિટલ સુપરિટેન્ડન્ટ જીજ્ઞેશ પરમાર
- રેડક્રોસ ચેરમેન કિરિટભાઈ ઉનડકટ
- વિવિધ એનજીઓ, સમાજના પ્રમુખો, વેપારી મંડળ અને સ્ટેશનરી એસોસિએશનના પ્રતિનિધિઓ
🔹 મુખ્ય મુદ્દાઓ:
✔️ બ્લડ ડોનેશનના સમયસ્લોટ અનુસાર વ્યવસ્થા જાળવવી
✔️ અવ્યવસ્થા ટાળવા ખાસ સૂચનાઓ
✔️ બિનજરૂરી ભય ન ફેલાય તેનું માર્ગદર્શન
✔️ બ્લેકઆઉટ તથા અપરિણામકારક પરિસ્થિતિમાં શાંતિ જાળવવા અપીલ
🩸 રાષ્ટ્રીય સેવા માટેનું પાવન પગલું:
આ કેમ્પમાં શહેરની વિવિધ એનજીઓ, સ્વયંસેવકો અને સંસ્થાઓ જોડાઈને રાષ્ટ્રહિત માટે રક્તદાન કરીને સમાજ સામે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.
🖊️ અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ