વેરાવળમાં ચેટી ચાદ મહોત્સવની ભવ્ય ઉજવણી: લાલ સાંઈ જી સવારીની શોભાયાત્રામાં લોકોનો ઉત્સાહ!

વેરાવળ, 30 માર્ચ 2025 – વેરાવળ સમસ્ત સિંધ્ધિ સમાજ દ્વારા ચેટી ચાદ મહોત્સવનો ભવ્ય આયોજન આજે શહેરમાં કરવામાં આવ્યો. આ પ્રસંગે લાલ સાંઈ જીની સવારીની શોભાયાત્રા લાઈવ પબ્લિકના પ્રવાહ વચ્ચે ઝૂમતી જોવા મળી, જેમાં અનેક શ્રધ્ધાળુઓ અને આગેવાનો સહભાગી બન્યા.

ટાવર ચોક ખાતે આ શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ, વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડા અને અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા સિંધિ સમાજના પ્રમુખ રમેશભાઈ આહુજા, ઉપપ્રમુખ લાલાભાઈ અને અન્ય આગેવાનોને ફુલહાર અને ઠંડા પીણાંથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રદ્ધાળુઓ અને આગેવાનો એકઠા થઈને ભગવાન ઝૂલેલાલના આખ્યાનમાં ભાગ લીધો અને પ્રાર્થના કરવામાં આવી. આ કાર્યક્રમમાં મોટા પાયે લોકોની ઉપસ્થિતિ રહી અને તેમાં 90 સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા, ખારવા સમાજના ઉપ-પટેલ ગોપાલભાઈ ફોફંડી, તેમજ અન્ય સમાજસેવીઓ સહિતની યાદગીરી પાત્ર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ : દિપક જોશી, સોમનાથ