પશ્ચિમ રેલવેના આણંદ-ગોધરા સેક્શન વચ્ચે ડબલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ આંશિક રીતે બદલાયેલા રૂટ પર દોડશે.
જેની વિગતો નીચે મુજબ છે:-
27 નવેમ્બર, 4, 11, 18 અને 25 ડિસેમ્બર 2024 (બુધવાર) ના રોજ વેરાવળથી ચાલનારી ટ્રેન નંબર 19319 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ નિર્ધારિત માર્ગ ગેરતપુર-આણંદ-ડાકોર-ગોધરા ના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા ગેરતપુર- આણંદ-બાજવા- છાયાપુરી-ગોધરા થઈને ચાલશે.
ટ્રેનના સંચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)