ગીર સોમનાથ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાના જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા વેરાવળ એસ.ટી. ડેપોમાં ‘સેન્સીટાઈઝેશન વર્કશોપ’ યોજાયો હતો. જેમાં વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં તમામ મેકેનિક સ્ટાફ , ડ્રાઇવર , કન્ડક્ટર , વહીવટી સ્ટાફ , અપ્રેન્ટિસ સ્ટાફને પેસિવ સ્મોકિંગથી થતાં નુકસાન તેમજ તમાકુ વિરોધી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સી.ઓ.ટી.પી.એ-2003 કાયદા વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતાં.
આ કાર્યક્રમમાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલમાં ફરજ બજાવતા સોશિયલ વર્કર દ્વારા ઉપસ્થિત સર્વેને વ્યસન મુક્તિ અંગે માર્ગદર્શન આપી અને એપ્રેન્ટિસ અને મેકેનિક સ્ટાફને પ્રોત્સાહક ગિફ્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
અહેવાલ : પ્રકાશ કારાણી વેરાવળ