વેરાવળ, 3 જૂન 2025
ઓપરેશન “શિલ્ડ” અંતર્ગત વેરાવળ કોસ્ટગાર્ડ સ્ટેશન ખાતે સિવિલ ડિફેન્સના ભાગરૂપે મોડક્રીલ (પ્રતિક્રીયા અભ્યાસ) યોજાઈ હતી. ડીઝાસ્ટર મેનેજમેન્ટ અંતર્ગત યોજાયેલા આ અભ્યાસ દરમિયાન જિલ્લા વહીવટી તંત્રની સક્રિય ભાગીદારી અને ઝડપી કામગીરીએ સમગ્ર વ્યવસ્થાને જીવંત બનાવી હતી.
મોકડ્રીલના ભાગરૂપે સંદેશ મળ્યો હતો કે કોસ્ટગાર્ડ સ્ટેશન ખાતે ડ્રોન એટેક થયો છે. આ સંદેશ મળતાં જ જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું હતું અને તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ દ્વારા ફાયર, પોલીસ, આરોગ્ય સહિતના વિભાગોને એલર્ટ કરવામાં આવ્યા હતા.
માત્ર 5 મિનિટની અંદર, તમામ વિભાગોના અધિકારીઓ અને ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
જિલ્લા વહીવટી તંત્રની આગવી હાજરી:
- જિલ્લા કલેક્ટર એન.વી. ઉપાધ્યાય,
- જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર,
- ડીવાયએસપી ભાસ્કર વ્યાસ,
- પ્રાંત અધિકારી વિનોદ જોશી,
સહિત અન્ય અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.
પ્રાંત અધિકારી વિનોદ જોશીએ માઇક દ્વારા માર્ગદર્શન આપીને ઈજાગ્રસ્તોને ડાભોર રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવાની કામગીરીને ગતિ આપી હતી. ફાયર વિભાગ અને આરોગ્ય વિભાગની ટીમોએ તત્કાળ સારવાર અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
ફલસરૂપે સફળ અભ્યાસ:
કોસ્ટગાર્ડ અધિકારીઓ અને વહીવટી તંત્રની સંકલિત કામગીરીના કારણે આ મોડક્રીલ દરમિયાન ડ્રોન એટેક જેવી ગંભીર પરિસ્થિતિને સફળતાપૂર્વક હેન્ડલ કરાઈ હોવાનું મનાય છે.
આ પ્રકારના અભ્યાસો તંત્રની તૈયારી અને સંકલન ક્ષમતા અંગે સ્પષ્ટ ચિત્ર દર્શાવે છે.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ