વેરાવળ નજીક બે માસ પૂર્વે ખુલ્લો મુકાયેલા નેશનલ હાઈવેના પુલનો એક ભાગ બેસી જતાં વાહન વ્યવહાર તાકીદે બંધ કરાયો :.- પહેલાં જ વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલ

સોમનાથ

સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પરનો નવ નિર્મિત પુલ ઉંબરી ગામના પાટીયા પાસે પહેલાં જ વરસાદમાં બેસી ગયો હતો. સરસ્વતી નદી પરનો બ્રિજ એક તરફ બેસી જતાં પહેલાં જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે. જો કે સદનસીબે કોઈ દુર્ઘટના બની નથી. પુલ નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઇવેના અધિકારીના ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો જાણે સામે આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, હજુ 2 માસ પૂર્વે જ આ પુલ પર વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો ગોકળગતીએ ચાલતા સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે પર વેરાવળ નજીકના ઉંબરી ગામના પાટીયા પાસે હાઈવે પર આવેલ નદી ઉપરનો એક બ્રિજ એક તરફ બેસી ગયા બેસી ગયાનું સામે આવ્યું છે. જેના પગલે પુલ ઉપર એક તરફની લાઈનનો વાહન વ્યવહાર તાકીદે બંધ કરાવી દેવામાં આવ્યો છે.

આ પુલ બેસી ગયો ત્યારે વાહન વ્યવહાર ચાલુ હોવા છતાં સદનસીબે કોઈ દુર્ઘટના બની નથી પરંતુ નેશનલ હાઈવે ના આ કામમાં મોટો ભ્રષ્ટાચાર ચાલતો હોવાનો નક્કર પુરાવો હોવાનું લોકોમાં ચર્ચા રહ્યું છે. ત્યારે આ મામલે સરકાર અને હાઇવે ઓથોરિટી શું પગલાં ભરે છે તે જોવું રહ્યું છેલ્લા આઠ વર્ષથી સોમનાથ ભાવનગર નેશનલ હાઈવેનું ગોકળગતીએ કામ ચાલી રહ્યું છે. આ કામમાં વેટ ઉતારવામાં આવતી હોવાની અનેકવાર ફરિયાદો પણ થઈ હોવા છતાં હાઇવેની ગુણવત્તા સામે ક્યાંક ને ક્યાંક બાંધછોડ કરવામાં આવી હોવાના લીધે હજુ નિર્માણાધિન આ હાઇવે ઉપરનો પુલ બેસી ગયાનું સામે આવ્યું છે. જે અંગે પ્રાપ્ત વિગતો અનુસાર નેશનલ હાઈવે ઉપર વેરાવળ નજીક ઉમરી ગામના પાટીયા પાસે સરસ્વતી નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ ઉપરથી બે માસથી જ વાહન વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો છે. દરમિયાન આજે સાંજે આ પુલનો એક તરફનો ભાગ બેસી ગયાની ઘટના સામે આવી છે આ પુલ ઉપર હાઇવે ઓથોરિટી તાબડતોડ એક તરફની લેનને બંધ કરી કામગીરી હાથ ધરી છે. આ ઘટના સામે આવી ત્યારે વાહન વ્યવહાર ચાલુ હોવા છતાં સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાઇ નથી. પરંતુ આ નેશનલ હાઈવેના કામમાં ચાલતી લોલંલોલ અને કોન્ટ્રાક્ટર તથા અધિકારીઓના ભ્રષ્ટાચારનો બોલતો પુરાવો સમાન ઘટના હોવાનું સ્થાનિકોમાં ચર્ચા રહ્યુ છે. ત્યારે આ ઘટના બાબતે સરકાર નિષ્પક્ષ તપાસ કરાવીને જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે દાખલા રૂપ પગલા ભરે તેવી માગ પણ લોકોમાંથી ઉઠી છે

અહેવાલ:- હુસેન ભાદરકા (ગીર સોમનાથ)