વેરાવળ માં જીગ્નેશ દાદા રાધે રાધે ની સૌપ્રથમ વાર ભાગવત કથા યોજાશે.

વેરાવળ માં જીગ્નેશ દાદા રાધે રાધે ની સૌપ્રથમ વાર ભાગવત કથા યોજાશે.

વેરાવળ

વેરાવળ ડાલકી પરીવારે જીગ્નેશ દાદાની શ્રીમદ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરેલ છે તા. ૧૭ થી ૨૩ દરમ્યાન કપીશ્વર પાર્ટી પ્લોટ ડાભોર રોડ બિહાર નગર ખાતે દરરોજ બપોરે ૩ થી ૭ કલાક સુધી જીગ્નેશ દાદા તેમની વાણીથી કથાનું રસપાન કરાવશે જાદવભાઈ ડાલકી, રમેશભાઈ ડાલકીએ જણાવેલ હતું કે સાત દિવસ દરમ્યાન દરરોજ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરાયેલ છે શ્રી કૃષ્ણ ચરિત્રને દિવ્ય અનુભૂતિ કરાવનારી મોક્ષદાત્રી ભાગવત સપ્તાહ સ્વ.રોહિત જાદવભાઈ ડાલકી ને સ્માણાર્થે રાખવામાં આવેલ છે

 

*તા. ૧૭ ના રોજ પોથીયાત્રા આઝાદ સોસાયટી શ્રી લક્ષ્મી માં ખોડીયાર નિવાસ સ્થાને નિકળશે*

 

તા. ૧૯ ના રોજ નૃસિંહ પ્રાગટય, તા.૨૦ વામન જન્મ નંદ મહોત્સવ શ્રી રામ જન્મ, તા.૨૧ ના રોજ ગીરીરાજ પુજા,તા.૨૨ ના રોજ રૂક્ષમણી વિવાહ, તા.૨૩ ના રોજ સુદામા ચરીત્ર સાથે કથા વિરામ થશે