વેરાવળ લાડી લોહાણા સિંધી પંચાયતના પ્રમુખ તરીકે લાલચંદ શીતલદાસ ત્રિલોકાણીની સર્વસંમતિથી પસંદગી.

વેરાવળના ડાભોર રોડ પર આવેલ સ્વામી લીલાશાહ બાગ ખાતે મંગળવારે લાડી લોહાણા સિંધી પંચાયતની મહત્વપૂર્ણ જનરલ બેઠક યોજાઈ હતી. બેઠકની શરૂઆત સ્વામી લીલાશાહ મહારાજની પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ પંચાયતની જુની બોડી દ્વારા છેલ્લા કાર્યકાળના હિસાબ-કિતાબ સભ્યો સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.

બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય અનુસાર જુની બોડી વિસર્જિત કર્યા બાદ નવા હોદ્દેદારોની વરણી માટે ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ચૂંટણી પ્રક્રિયામાં લાડી લોહાણા સિંધી સમાજના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સભ્યોની પસંદગી અને મતદાનના આધારે વેરાવળ લાડી લોહાણા સિંધી પંચાયતના પ્રમુખ પદે લાલચંદ શીતલદાસ ત્રિલોકાણીની સર્વસંમતિથી પસંદગી કરવામાં આવી હતી.

આ પ્રસંગે નવા પ્રમુખ લાલચંદ શીતલદાસ ત્રિલોકાણીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પંચાયતના ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી, ઓડિટર સહિતના હોદ્દેદારો તેમજ યુવક મંડળના પ્રમુખ અને કાર્યકારી સભ્યોની નિમણૂક પ્રક્રિયા પાર પાડવામાં આવશે.

આ ચૂંટણીને પગલે પંચાયતના સભ્યોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સમાજના આગેવાનો અને સભ્યોએ નવા પ્રમુખને શુભકામનાઓ પાઠવી હતી અને ભવિષ્યમાં પંચાયતના કાર્યો વધુ સુવ્યવસ્થિત રીતે આગળ વધે તેવી આશા વ્યક્ત કરી હતી.

📍 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ