વેરાવળ શહેરમાં ગણપતી વિસર્જન, રામદેવપીર ધ્વજારોહણ અને ઈદે મીલાદ તહેવારો નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજી પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી માર્ગદર્શન અપાયું.

વેરાવળ શહેરમાં આગામી દિવસોમાં ગણપતી વિસર્જન, રામદેવપીર મહારાજનો ધ્વજારોહણ તથા ઈદે મીલાદના તહેવારોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વેરાવળ સીટી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠક જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જાજડીયા, ગીર-સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા તથા વિભાગીય પોલીસ અધિકારી શ્રી વી.આર. ખેંગાર સાહેબના માર્ગદર્શન હેઠળ વેરાવળ સીટી પોલીસ ઇન્સ્પેક્ટર એચ.આર. ગોસ્વામી દ્વારા બોલાવવામાં આવી હતી.

બેઠકમાં શહેરના તમામ સમાજોના આગેવાનો, ગણપતિ વિસર્જનના આયોજકો, રામદેવપીર ધ્વજારોહણના જવાબદારો તથા ઈદે મીલાદને લઈ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન પોલીસ દ્વારા મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને –

  • તહેવારો દરમિયાન ધાર્મિક કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે યોજાય.

  • હિંદુ અને મુસ્લિમ સમાજ વચ્ચે ભાઇચારાની ભાવના જળવાય.

  • કોઈપણ ધાર્મિક લાગણી દુભાય નહીં તે માટે સોશિયલ મીડિયા પર અપ્રમાણિત અથવા ઉશ્કેરણીજનક પોસ્ટ ન મુકાય.

  • કોઈ વિવાદ કે અનિચ્છનીય ઘટના સર્જાય નહીં તે માટે આયોજકોએ જવાબદારીપૂર્વક કામ કરવું.

શહેરમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ રહે તે માટે પોલીસ તંત્ર તરફથી આયોજકો અને આગેવાનોને ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો.

📍 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ