વેરાવળ શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત – નગરજનોના જીવલેણ પ્રશ્ન સામે પાલિકા નિષ્ક્રિય!


વેરાવળ પાલિકાની નિષ્ક્રિયતા શહેરવાસીઓ માટે જીવલેણ બની રહી છે. શહેરીજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં પણ અસમર્થ પાલિકા હવે રખડતા ઢોર જેવી સમસ્યાઓથી મુંઝાઈ રહી છે, અને તેનું વલણ સંપૂર્ણ રીતે બેદરકાર જણાય છે.


વેરાવળના મુખ્ય માર્ગો ઉપર રખડતા ઢોરનું યથાવત દાદાગીરીભર્યું રાજકારણ ચાલી રહ્યું છે. શહેરના દરેક ખૂણે ખૂણે રખડતા ઢોર શહેરીજનો માટે જીવના જોખમ સમાન બની ગયા છે.
તાજેતરમાં એક યુવાનને ઢોરે ઉડાડી દેતા તેને ગંભીર ઇજાઓ પહોંચ્યા છે અને તેની દૂરસરગામ વાહન પણ નુકસાની પામ્યું છે. આ ઘટના માત્ર અકસ્માત નહીં પણ વેરાવળ પાલિકાની બેદરકારીનું જીવતું પુરાવો છે.

પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કથિત કામગીરી માત્ર કાગળ ઉપર જ સીમિત રહી છે.
શહેરના તમામ વોર્ડમાં ઢોરનું સામ્રાજ્ય છે, છતાં નગરસેવકો પોતપોતાના ટેન્ડરો અને કોન્ટ્રાક્ટના ગોટાળામાં વ્યસ્ત છે. નગરજનોની દુઃખદ હાલત સામે તેમને કોઈ ચિંતાજ ન હોય તેવી પરિસ્થિતિ છે.

સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પાલિકા પાયાની સુવિધાઓ પણ પૂરતી આપી શકતી નથી, પણ ભ્રષ્ટાચારના મામલામાં પણ એ ટોચ ઉપર છે.
શહેરવાસીઓની માંગ છે કે – પાલિકા તાત્કાલિક અસરથી ઢોર પકડવાની કામગીરી શરૂ કરે અને ભવિષ્યમાં આવા દુર્ઘટનાઓ ટાળી શકાય તે માટે મજબૂત વ્યૂહરચના ઘડે.

અહેવાલ : મૌલિક ઝણકાટ (વેરાવળ)