વેરાવળ સરકારી બોય્ઝ હાઈસ્કૂલના વિજ્ઞાન પ્રવાહનું ૭૧.૭૪% પરિણામ, મેરિટધારક વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

વેરાવળ: ગીર સોમનાથ જિલ્લાના સરકારી બોય્ઝ હાઈસ્કૂલ, વેરાવળમાં ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહનું ગૌરવપૂર્ણ ૭૧.૭૪ ટકા પરિણામ નોંધાયું છે. આ સફળતા નિમિત્તે જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી. બોરિચાની અધ્યક્ષતામાં વિજ્ઞાન પ્રવાહના ટોચના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે સન્માન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે શાળાના આચાર્ય વી.બી. ખાંભલા અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેરિટમાં સ્થાન મેળવેલ વિદ્યાર્થીઓ — વાઘેલા આદિત્ય (૯૯.૬૩%), ધારેચા રોહિત (૯૭.૧૮%), પરમાર રોહિત (૯૫.૩૩%), રાઠોડ મયુર (૯૫.૩૩%) અને વાયલુ આદિત્ય (૮૮.૪૫%)ને ગુણપત્રક અને શૈક્ષણિક કીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઉપરાંત, રોટરી ક્લબ દ્વારા પણ તમામ શ્રેષ્ઠ પરિણામ ધરાવનારા વિદ્યાર્થીઓને એક્ઝીક્યૂટિવ ફાઈલ, પેન અને પેડ જેવી શૈક્ષણિક કીટ વિતરણ કરીને તેમની ઉત્સાહવર્ધન કરવામાં આવ્યું હતું.

શાળાનું ૭૧.૭૪ ટકા પરિણામ સમગ્ર જિલ્લામાં સરકારી સ્તરે નોંધપાત્ર સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ સફળતા બદલ સ્કૂલ ડેવલપમેન્ટ સમિતિ દ્વારા શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સન્માન સમારોહમાં કેતનસિંહ વાળા (સરકારી વકીલ), પી.આઈ. એચ.આર. ગૌસ્વામી, આર.એ. ડોડિયા (શિક્ષણ કચેરી), અલ્પાબહેન તારપરા, રોટરી ક્લબના સેક્રેટરી ડૉ. ઈશ્વરભાઈ ગોડસે, એસ.એમ.ડી.સી.ના મનસુખભાઈ સુયાણી, મુકેશભાઈ ચોલેરા તથા સામાજિક કાર્યકરો અનિષ રાચ્છ, ખેતસીભાઈ મેઠિયા અને અશોકભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ