વેરાવળની સરકારી વિજ્ઞાન કોલેજના એસ.ક્યુ.એ. સેલ તથા નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG)ના સંયુક્ત ઉપક્રમે ‘નેકની નવી મૂલ્યાંકન પદ્ધતિ’ વિષયક રાજ્યકક્ષાનો માર્ગદર્શક સેમિનાર યોજાયો હતો. તાજેતરમાં નેક (NAAC) દ્વારા કોલેજો અને યુનિવર્સિટીઓ માટે નવી માર્ગદર્શિકા જાહેર થતા આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણ તથા વિશિષ્ટ અતિથિ તરીકે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર સુકાંતકુમાર સેનાપતિ ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડૉ. રમેશ કોઠારી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના ડૉ. ફિરોઝ શૈખે નેકની નવી માર્ગદર્શિકા અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું.
આચાર્ય ડૉ. સ્મિતા બી. છગેે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે, “ગુણવત્તાયુક્ત શિક્ષણ અને સતત સુધારણા એ જ નેક મૂલ્યાંકનનો હેતુ છે. નવીનતા અને સંશોધનને પ્રોત્સાહન આપીને જ શ્રેષ્ઠ ગ્રેડ મેળવી શકાશે.”
કાર્યક્રમમાં રાજકોટ, અમરેલી, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ અને સુરેન્દ્રનગર સહિતના જિલ્લાની સરકારી, ગ્રાન્ટેડ તથા પ્રાઈવેટ ૨૯ કોલેજોના આચાર્યો અને ૬૦થી વધુ પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતાં.
સેમિનારના સફળ આયોજન માટે એસ.ક્યુ.એ.સી. કોર્ડિનેટર ડૉ. ચિરાગ એમ. ગોસાઈના માર્ગદર્શન હેઠળ પ્રોગ્રામ કોર્ડિનેટર ડૉ. સચિન એમ. સીતાપરાે આયોજન કર્યું હતું. તેમજ પ્રોફેસર વી.ડી. બકોત્રા, ડૉ. એમ.એફ. ધડુક, કુ. યુ.વી. પરમાર, જે.બી. ઝાલા, ડૉ. ડી.કે. પંડ્યા, ડૉ. એમ.એચ. ચૌહાણ, કુ. પી.એલ. મંગે, કુ. કે.એ. બારડ અને શોભનાબેન ડોડિયાનો વિશેષ સહયોગ રહ્યો હતો.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ