વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એચ.આર.ગોસ્વામી સાહેબ ની સુચના અને માર્ગદર્શન અન્વયે તથા વેરાવળ સેવા સંધના પ્રમુખ વીવેકભાઇ દવે તથા ટીમ તેમજ વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ. આર.આર.રાયજાદા તથા એસ.એમ.દેવરે તથા જીલ્લા હાઇવે શાખા ગીર સોમનાથ પો.સબ.ઇન્સ.જે.આર.ડાંગર તથા વેરાવળ શહેર ટ્રાફીક ઇન્ચાર્જ એ.એસ.આઇ.બી.યુ.રાઠોડ તથા લખમણભાઇ કામ્બલીયા તથા ટ્રાફીકની ટીમ તથા પો.સ્ટાફ સહીતના વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના હાદૅ સમા ટાવરચોક ખાતે લાકોમા ટ્રાફીકના નિયમો અંગે જાગ્રુતી આવે જે અંતગતૅ જરૂરી પત્રીકાઓ છપાવી કાયૅક્રમનુ આયોજન કરેલ સદર પત્રીકામા ટ્રાફીકના નિયમો જેવા કે
• ટુ વ્હિલમાં હેલમેટ ફરજીયાત પહેરો..
• ફોર વ્હિલમાં સીટ બેલ્ટ અચુક બાંધો..
• ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહનના કાગળો અચુક સાથે રાખો.
• નિયત કરેલી જગ્યા એજ આપના વાહન પાર્ક કરો.
• ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઇલનો ઉપાયોગ ટાળો.
• ૧૮ વર્ષથી નિચેના ઉમરના બાળકોને વાહન ચલાવવા ન આપો.
• મોબાઇલમાં રિલ્સ ઉતારવાના ચક્કરમાં ટ્રાફીકને અડચણ રૂપ ન બનો.
• અતિ સ્પિડથી વાહન ન ચલાવો.
વાળી પત્રીકાઓનુ રાહદારી વાહનચાલકોને તેમજ નાગરીકોને વિતરણ કરવામા આવેલ તેમજ વેરાવળ શહેર વિસ્તારમા લોકોમા ટ્રાફીક અવૅરનેશ બાબતે જાગ્રુતી લાવવા બાઇક રેલી કાઢી નાગરીકોને નિયમોથી માહીતગાર કરવા તથા નિયમોનુ યોગ્ય પાલન કરવા સમજ કરેલ તેમજ નીયમોનુ યોગ્ય પાલન કરતા લોકોના મોંઢા મીઠા કરાવી બીજા નાગરીકોને પણ ટ્રાફીકના નિયમોથી અવગત કરાવવા સમજ કરવા સહિતના કાયૅક્રમોનુ આયોજન કરવા મા આવેલ જેમા વેરાવળ સીટી પોલીસ સ્ટેશનનો સ્ટાફ તથા વેરાવળ સેવા સંધની ટીમ કાયૅક્રમ સફળ બનાવવા હેતુસરની કામગીરી કરેલ છે.
અહેવાલ : પ્રકાશભાઈ કારાણી વેરાવળ (સોમનાથ)