જુનાગઢ રેન્જના આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર-સોમનાથના પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વી.આર. ખેંગાર દ્વારા ગુમ થયેલ વ્યક્તિઓના પત્તા લગાવવાના સૂચનો આપવામાં આવ્યા હતા
સૂચનાના અનુસંધાને વેરાવળ સીટી પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એચ. આર. ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન મહત્વની કાર્યવાહી હાથ ધરી
૧૮ જુલાઈના રોજ સાઇબાબા મંદિર નજીક હુડકો સોસાયટી પાસે એક બાળક બેસેલું જોવા મળ્યું
બાળક તણાવગ્રસ્ત જોવા મળતા તેને શાંત બનાવી પુછપરછ કરવામાં આવી
પ્રાથમિક પુછપરછમાં બાળકના જવાબો સંશયાસ્પદ અને ભાંગેલા હોવાનું સામે આવતાં પોલીસે વધુ સમજદારીપૂર્વક માહિતી મેળવી
બાળકે પોતાનું નામ અલારાખાભાઈ નોંધાવ્યું અને અમદાવાદના ફતેહવાડી પુદગામ, મહેસાણાના વતની હોવાનું જણાવ્યું
તેમણે જણાવ્યું કે ચાર દિવસ પહેલાં તેઓ ઘરમાંથી નીકળી ચોટીલા થઇ વેરાવળ આવી ગયા હતા
બાળકને પો.સ્ટે. ખાતે લાવી તેમના પરિવારજનોથી સંપર્ક સાધવામાં આવ્યો
સંપર્ક બાદ તેમના મોટા ભાઈ તાહીરભાઈને સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા
ત્યાં હાજર રહેલા તાહીરભાઈને બાળક સોપી આપીને પરિવાર સાથે ફરીથી મિલન કરાવવામાં આવ્યું
વેરાવળ પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી મધુરતા અને માનવતા સાથે કરવામાં આવી
પોલીસે ‘પોલીસ પ્રજાનો મીત્ર’ તે વાતને પુરી રીતે સાર્થક બનાવી
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ સોમનાથ