વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ભાવનગર મંડલ દ્વારા રેલ મંત્રી અશ્વિની વેષ્ણવને રેલ કર્મચારીઓની મુખ્ય માંગો રજૂ — જૂની પેન્શન સ્કીમ સહિત અનેક મુદ્દાઓ પર ભાર.

વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ, ભાવનગર મંડલ દ્વારા રેલવે કર્મચારીઓના હિતમાં વિવિધ લાંબા સમયથી બાકી પડેલા મુદ્દાઓને રેલ મંત્રી સુધી પહોંચાડવા માટે મેમોરેન્ડમ આપવામાં આવ્યું.

રેલ મંત્રી અશ્વિની વેષ્ણવ ભાવનગરમાં ‘ભાવનગર-અયોધ્યા’ ટ્રેનના શુભારંભ સમારોહ માટે પધાર્યા હતા. આ અવસરે, વે.રે.મ.સંઘના મહામંત્રી આર.જી. કાબરના માર્ગદર્શન હેઠળ ડિવિઝનલ સેક્રેટરી બી.એન. ડાભી તથા તેમની ટીમે સીધા મંત્રીને મળીને કર્મચારીઓની મુખ્ય માંગો રજૂ કરી.

મેમોરેન્ડમમાં ઉઠાવવામાં આવેલી મુખ્ય માંગો:

  1. આઠમા પગાર પંચ માટે તાત્કાલિક કમીટીનું ગઠન.

  2. ભાવનગર બ્રોડગેજ વર્કશોપમાં કામ કરતાં કર્મચારીઓ માટે ગ્રુપ ઇન્સેન્ટિવ સ્કીમ લાગુ કરવી.

  3. ટ્રેકમેન કેટેગરી સહિતના ગ્રુપ-ડી કર્મચારીઓ માટે પ્રમોશન માટે LDCE Open to All સ્કીમ શરૂ કરવી.

  4. પોઈન્ટ્સમેન અને ઈજનેરી વિભાગના સ્ટાફ માટે આઠ કલાકના રોસ્ટરનો અમલ કરવો.

  5. જૂની પેન્શન સ્કીમ ફરી લાગુ કરવી અને નવું પેન્શન સ્કીમ (NPS) તથા યુનિફાઈડ સ્કીમ રદ કરવી.

  6. કોરોના સમયગાળા દરમિયાન 18 મહિના માટે ફ્રીઝ કરાયેલ મોંઘવારી ભથ્થાનું ચુકવણું કરવું.

  7. સેફ્ટી કેટેગરીના તમામ સ્ટાફને રીસ્ક અને હાર્ડશીપ એલાઉન્સ આપવો.

  8. ગ્રુપ-સી કર્મચારીઓ માટે કેડર રીસ્ટ્રક્ચરીંગ-2023ના આદેશ તાત્કાલિક જાહેર કરવાં.

  9. સુપરવાઈઝરી કેટેગરીને ગ્રેડ-પે 4800 અને 5400 આપતી વખતે છૂટી ગયેલી કેટેગરીઓનો સમાવેશ કરવો.

  10. ભાવનગર અને મુંબઈ ડિવિઝનમાં સ્ટાફ ક્વાર્ટરોના નિર્માણ માટે પૂરતો ફંડ ફાળવવો.

મીટિંગ દરમિયાન મંત્રી અશ્વિની વેષ્ણવે મેમોરેન્ડમની તમામ માંગણીઓ ધ્યાનપૂર્વક સાંભળી અને દરેક મુદ્દા પર સકારાત્મક અભિગમ અપનાવવાની ખાતરી આપી.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ