વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીની પ્રતિનિધિ મંડળે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી.

ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટીની પ્રતિનિધિ મંડળે તાજેતરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી.

પ્રતિનિધિ મંડળમાં ડૉ. કોપલ ચૌબે અને ડૉ. સિંધુ શેઓરાનનો સમાવેશ થાય છે.

આ મુલાકાત યુનિવર્સિટીઓ વચ્ચે થયેલા એમ.ઓ.યુ.ના શૈક્ષણિક સહયોગ અંતર્ગત યોજાઈ હતી.

મુલાકાત દરમિયાન આંતરરાષ્ટ્રીય ભાગીદારી, સંયુક્ત સંશોધન કાર્યો અને ડ્યુઅલ ડિગ્રી કાર્યક્રમો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

પ્રતિનિધિ મંડળે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે પણ ઓસ્ટ્રેલિયામાં ઉચ્ચ અભ્યાસની તકો અને સંયુક્ત અભ્યાસક્રમો અંગે સંવાદ કર્યો હતો.

મુલાકાત દરમિયાન પ્રતિનિધિઓએ યુનિવર્સિટીની વિવિધ અદ્યતન લેબ અને સંશોધન કેન્દ્રોની પણ મુલાકાત લીધી હતી.

જેમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને રોબોટિક્સ લેબ, સીએડ-કેમ લેબ, માઈક્રો ઇરિગેશન સિસ્ટમ્સ લેબ, એગ્રો-ફોટોવોલ્ટેઇક યુનિટ, બાયોચાર ઉત્પાદન એકમ અને NABL માન્યતા પ્રાપ્ત ફૂડ ટેસ્ટિંગ લેબનો સમાવેશ થાય છે.

આ મુલાકાતથી કૃષિ ક્ષેત્રે નવીનતા અને વૈશ્વિક શૈક્ષણિક શ્રેષ્ઠતાના દૃષ્ટિકોણને બન્ને યુનિવર્સિટીઓને મજબૂતી મળેલી છે.

યુનિવર્સિટીના કુલપતિ ડૉ. વી.પી. ચૌવાટિયા અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા પ્રતિનિધિ મંડળનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

યુનિવર્સિટીના અધિકારી ડૉ. એન.બી. જાદવે જણાવ્યું હતું કે આ પ્રકારના આંતરરાષ્ટ્રીય સંપર્કો વિદ્યાર્થીઓ માટે નવી તકોના દરવાજા ખોલે છે.

અહેવાલ : એમ. નરેન્દ્રભાઈ, જૂનાગઢ