વ્યાજ વટાવ જાગૃતિ અંતગર્ત ખાસ ઝુંબેશ અન્વયે લોક દરબારન આયોજન અંગે કરતી જૂનાગઢ જિલ્લા પોલીસ!

આથી જૂનાગઢ જિલ્લાના તમામ રહિશોને જણાવવાનું કે, ગુજરાત સ૨કા૨ દ્વારા ગેરકાયદેસર વ્યાજવટાવની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇરામોની અસામાજીક પ્રવૃત્તિ પર બંધ કરાવવા અને આવી પ્રવૃતિ સદંતર બંધ થાય તે હેતુસર કાયદામાં ફેરફાર કરી કડક કાયદો બનાવવામાં આવેલ હોય અને ગુજરાત રાજયના તમામ જિલ્લા ખાતે ગેરકાયદેસર વ્યાજવટાવની પ્રર્વતને સદંત૨ બંધ કરવા સુચના કરવામાં આવેલ હોય.

જે અન્વયે જૂનાગઢ જિલ્લામાં ગેરકાયદેસર વ્યાજવટાવની અસામાજીક પ્રવૃતિ ૫૨ ૨ોક લાવવા ખાસ ઝુંબેશના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તથા ઇચા.પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા ના અધ્યક્ષ સ્થાને “લોક દરબાર” નુ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં ગે૨કાયદેસ૨ વ્યાજવટાવના ચંગુલમાં ફસાયેલ લોકોને આ કાર્યક્રમમાં હાજ૨ ૨હેવા તેમજ આવી કૈરકાયદેસર વ્યાજવટાવની પ્રવૃત્તિ સાથે સંકાળોલ ઇસમો વિષે માહિતી આપનારનું નામ કાયમી ગુપ્ત રાખવામાં આવશે. જેની ખાસ નોંધ લેવી.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ જૂનાગઢ