વ્યાસવાડી પગપાળા સંઘે અંબાજી મંદિરના શિખરે ધજા ચઢાવી ,ચાચરચોકમાં ગરબા રમ્યા.

અંબાજી

શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.હાલમાં ભાદરવી મહાકુંભ શરુ થવાના ગણતરીના કલાકો બાકી છે,ત્યારે આજે અંબાજી મંદિર ખાતે અમદાવાદ થી આવેલા વ્યાસવાડી પગવાળા સંઘના ભક્તો દ્વારા ચાચરચોકમાં ગરબા રમવામાં આવ્યા હતા અને 52 ગજની ધજા પણ મંદિરના શિખર ઉપર ચઢાવવામાં આવી હતી.

વ્યાસવાડી પગપાળા સંઘની વાત કરવામાં આવે તો આજથી 31 વર્ષ પહેલાં 7 સભ્યોથી શરુ થયેલો આ સંઘ આજે 151 સભ્યની સંખ્યા ધરાવે છે. અંબાજી આવતા હજારો સંઘ પૈકીનો આ એક અલગ સંઘ છે.પીળી પટ્ટી માથા ઉપર પહેરીને ભક્તો જ્યારે અમદાવાદ થી અંબાજી આવે છે ત્યારે તેમનો તમામ થાક ઉતરી જાય છે. આ સંઘ દ્વારા 2008 વિશ્વી સૌથી લાંબી 1251 ગજની ધજા અંબાજી મંદિર ખાતે લાવવામાં આવી હતી અને મંદિરને અર્પણ કરવામાં આવી હતી. ક્યારેક ભક્તો પાવભાજીની લારી પર અંબાજી સંઘvલઈને આવતા હતા. આ સંઘના ભક્તોએ અંબાજી ખાતે કંકુ પગલાં પણ જોયા છે.

અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)