શનિવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાને સેવંતીના ફુલોનો શણગાર એવંફ્રુટનો અન્નકૂટ ધરાવાયો

સારંગપુર તા.૭/૧૨શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.07-12-2024ને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે. આજે સવારે મંગળા આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. પછી શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.

દાદાને ફ્રુટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી ભરાઈ ગયું હતું.મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું. આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. વડોદરાથી આ ફુલ મંગાવ્યા છે. સિલ્કના વાઘા ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ..

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)