ખેરગામ:
લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રેરિત શ્રી ગુરુજી સ્મૃતિ સમિતિ, ધરમપુર દ્વારા શહીદ દિવસ નિમિત્તે આયોજિત મહા રક્તદાન કેમ્પમાં નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો.
23 માર્ચ 2025, રવિવારના રોજ મહારાણા પ્રતાપ મેરેજ હોલ, ગૌરવ પથ, ધરમપુર ખાતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં નાગરિકોનો અભૂતપૂર્વ સાથ અને સહકાર મળ્યો હતો. કેમ્પ દરમિયાન કુલ 160 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું, જે એક નોંધપાત્ર સફળતા છે.
પ્રથમ 100 રક્તદાતાઓને
- સ્પોર્ટ્સ ટી-શર્ટ
- વાયરલેસ નેકબેન્ડ
- ફૂડ હેમ્પર્સ
- મલ્ટીપરપઝ બેગપેક
- શોપિંગ બેગ
- વોટર બોટલ
- કીચેન
- પક્ષીઓ માટે પાણીના પાત્ર
જેવી ભેટો સાથે પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા.
વિશિષ્ટ સહયોગ:
આ સેવા યજ્ઞની સફળતા માટે તમામ રક્તદાતાઓ, સ્વયંસેવકો, પ્રાયોજકો, શુભેચ્છકો તથા આયોજકોનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો છે. આ રીતે શ્રદ્ધાંજલિરૂપે શહીદોને સમર્પિત આ સેવા યજ્ઞ સમાપન પામ્યો.
— અંકેશ યાદવ, ખેરગામ