શહેરને સ્માર્ટ સિટી બનાવનારા સ્માર્ટ શાસકોએ વડોદરાને દર વર્ષે ચોમાસામાં પાણીમાં રહેવા મજબૂર કર્યા.

વડોદરા

વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે ઠેરઠેર રોડ ઉપર કાર્પેટીંગ, રિસર્ફેસીંગ કરી કરીને રોડરસ્તાઓ ઉંચા કરી દેવામાં આવ્યા છે, આરસીસી રોડ અને પેવરબ્લોક ને કારણે હવે શહેરમાં વરસાદી પાણી જમીન શોષતી નથી. રોડરસ્તાઓ ઉંચા થતાં આસપાસના દુકાનો, સોસાયટી ખાડામાં જતી રહેતા દરવર્ષે ચોમાસામાં થોડા વરસાદમાં પણ હવે ઠેરઠેર પાણી ભરાઇ જાય છે જેના કારણે લોકોની દુકાનો અને મકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં દર વર્ષે લાખોના સામાનને, ઘરવખરી ને નુકશાન થઇ રહ્યું છે લોકો ઘરમાં પાણી ભરાઈ જતાં પારાવાર હાલાકી વેઠવા મજબૂર બન્યા છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ઝવેરનગર ઉમા ચારરસ્તા, આયુર્વેદિક ત્રણ રસ્તા, બાપોદ જકાતનાકા, સોમાતળાવ ડભોઇરોડ વિસ્તારમાં રોડરસ્તાઓ ઉંચા થઇ ગયા હોવાથી આસપાસના દુકાનો મકાનોમાં વરસાદી પાણી ત્રણ થી ચાર ફૂટ સુધી ભરાઇ જતાં લોકોને નુકશાન વેઠવાનો વારો આવે છે.

ઠેરઠેર રોડ, આરસીસી રોડ, પેવરબ્લોક ને કારણે જમીનમાં વરસાદી પાણી શોષાતુ નથી બીજી તરફ વરસાદી નાળા, ડ્રેનેજ લાઇનોની યોગ્ય સફાઇ થઇ નથી

બુધવારે સવારથી પડી રહેલા વરસાદથી શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા સમગ્ર વાઘોડિયારોડ ,ઝવેરનગર પાસેની પ્રભુનગર, લકુલેશનગર સોસાયટી,ઝવેરનગર ,જૈન દેરાસર, સરસ્વતી સોસાયટી સહિતના આસપાસના સોસાયટીમાં જવાના માર્ગે કમર સુધીના પાણી ભરાયા છે જ્યારે લોકોના મકાનોમાં ત્રણ થી ચાર ફૂટ પાણી ભરાયા છે.

ઠેરઠેર વરસાદી પાણી ભરાઇ જવાથી ઇમરજન્સી વાહનો, મૃતદેહોને સ્મશાન સુધી લ ઇ જવા માટે તકલીફ પડી શકે તેવી સ્થિતિ તંત્રના પાપે જોવા મળી રહી છે

આવા સમયે જો કોઈ બિમાર પડે તો ઇમરજન્સી એમ્બયુલન્સ કે પછી કોઇ વાહન અંદર ઘૂસી પણ ન શકે તેવી સ્થિતિ સર્જાઇ છે લોકોના લાખોના સામાન, ફર્નિચરને નુકશાન થયું છે. જો કોઇનું અવસાન થાય તો તેને સ્મશાન સુધી લ ઇ જવું શહેરમાં અઘરું બને તેવી સ્થિતિ સર્જાઇ છે જે તંત્રની બલિહારી કહી શકાય. બાપોદ જકાતનાકા વિસ્તારમાં આવેલ હિરાબાનગર સોસાયટી, જય અંબેનગર, પુષ્ટિપ્રભા સોસાયટી વિસ્તારમાં પાણી ભરાતાં લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

અહેવાલ:- હર્ષ પટેલ (વડોદરા)