📌 મહત્તમ તાપમાન 38.4°C અને લઘુતમ 21.8°C નોંધાયું
📌 બફારા અને ઉકળાટના કારણે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું
📌 આવતીકાલે પણ તાપમાન 38°C સુધી પહોંચવાની શક્યતા
📍 શહેરમાં સતત વધતી ગરમી અને ઉકળાટને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. બુધવારે તાપમાન 38°C પાર થતાં કાળઝાળ ગરમી અનુભવાઈ હતી. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં ગરમ પશ્ચિમી પવનના કારણે બફારો અને ઉકળાટ વધ્યો છે.
🌡️ તાપમાનમાં વધઘટ:
👉 બુધવારે મહત્તમ 38.4°C અને લઘુતમ 21.8°C તાપમાન નોંધાયું.
👉 ગઇકાલની સરખામણીમાં મહત્તમ તાપમાનમાં 0.6°C નો વધારો અને લઘુતમ તાપમાનમાં 1.2°C નો ઘટાડો થયો.
👉 ભેજનું પ્રમાણ: સવારે 43%, સાંજે 33% રહ્યું.
👉 પવનની ગતિ: ઉત્તર-પશ્ચિમ દિશાથી 4 km/h નોંધાઈ.
🛑 આવતીકાલે પણ યલો એલર્ટ યથાવત
હવામાન વિભાગના અનુમાન મુજબ ગુરુવારે તાપમાન ફરીથી 38°C સુધી પહોંચી શકે અને રાત્રે 23°C આસપાસ રહેવાની શક્યતા છે. બફારા અને ઉકળાટ વધવાની શક્યતા હોવાને કારણે જનતાને તકેદારી રાખવાની સલાહ આપવામાં આવી છે. 💥