શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય – ૮૨૨ કરોડથી ૯૧ માર્ગો અદ્યતન સુવિધાસભર બનશે.

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શહેરોના સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેમણે ૮૨૨ કરોડ રૂપિયાની ફાળવણી કરીને રાજ્યના ૨૩૩ કિમી લાંબા અને ૯૧ મુખ્ય માર્ગોને “વિકાસ પથ” યોજનામાં અદ્યતન સુવિધાસભર બનાવવાના કાર્યને મંજૂરી આપી છે.

આ યોજનાનો હેતુ એ છે કે શહેરોને જોડતા તથા શહેરોમાંથી પસાર થતા અને માર્ગ મકાન વિભાગના હસ્તકના રસ્તાઓને મજબૂત અને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવે.

શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ અંતર્ગત આ માર્ગોમાં નીચે મુજબની સુવિધાઓ ઉમેરવામાં આવશે:

  • રસ્તાને પહોળો કરવો

  • અદ્યતન રોડ ફર્નિચર

  • ફૂટપાથનું નિર્માણ

  • સ્ટોર્મ વોટર ડ્રેનેજ સિસ્ટમ

  • સ્ટ્રીટ લાઈટ્સ

  • સી.સી. રોડ

  • રેલિંગ અને જંકશન ડેવલપમેન્ટ

  • બસ-બે

  • મીડિયન બ્યુટીફીકેશન

  • રોડ સેફ્ટી અને મજબૂતીકરણ

આ નિર્ણયથી ટ્રાફિક જામની સમસ્યા ઓછી થશે, વાહન વ્યવહાર સુરક્ષિત બનશે, મુસાફરીનો સમય ઘટશે અને ઇંધણની બચત થશે. સાથે સાથે હવા અને અવાજ પ્રદૂષણ ઓછું થવાથી પર્યાવરણને પણ લાભ થશે. વધુમાં, જાહેર પરિવહન સેવાઓ વધુ અસરકારક બનશે અને શહેરી જીવનની ગુણવત્તામાં વધારો થશે.

આ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આ નિર્ણય શહેરોને આધુનિક અને સુવિધાસભર બનાવવા માટે ઐતિહાસિક પગલું સાબિત થશે.


📌 અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ