શાંતિપરામાં ‘જય દ્વારકાધીશ ગૌ આરોગ્યધામ’ અને ‘મનુ-ભાનુ ગૌ સેવાધામ’નું ઉદ્ઘાટન.

ગાગરમાં સાગર ઉમટતાં મહાનુભાવો સહિત લોકોએ ગૌસેવા માટે ઉદાર હાથે આપ્યું દાન
સોમનાથ નેશનલ હાઈવે પર શાંતિપુરા પાટિયા પાસે આવેલી ‘જય દ્વારકાધીશ ગૌ પશુ સેવા ટ્રસ્ટ’ સંચાલિત ગૌ સેવા હોસ્પિટલ દ્વારા ‘જય દ્વારકાધીશ ગૌ આરોગ્યધામ’નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ચાપરડાના મહંત શ્રી મુક્તાનંદ બાપુ, ધારાસભ્યોશ્રી, સંસદશ્રી, સંતો-મહંતો, મહાનુભાવો અને દાતાઓની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતુ,

હાલ ગૌ સેવાધામમાં ૧૫૦થી વધારે ગાયો અને ગૌ વંશ સારવાર હેઠળ છે. જેની તબિયત સારી થયા પછી તેના નિભાવ માટે ‘જય દ્વારકાધીશ ગૌ આરોગ્યધામ’નું નિર્માણ કરવામાં આવ્યું છે,

ગૌ સેવા વધુ વિસ્તરી શકે અને વધુ નિરાધાર ગાયો માટે આરોગ્ય સેવા ઉપલબ્ધ થઈ શકે તે માટે “જય દ્વારકાધીશ ગૌ આરોગ્યધામ” અને “મનુ-ભાનુ ગૌ સેવાધામ” નુ નિર્માણ કરવામાં આવ્યું છે,

આ ગૌ સેવાધામ અને આરોગ્યધામના મુખ્ય દાતા શ્રીમતી ડૉ. હર્ષિદાબેન દેસાઈ (મુંબઈ) છે, જેમણે આ પવિત્ર સેવા યજ્ઞ પોતાના માતા-પિતાના અને પતિના પુણ્યસ્મૃતિના ઋણ સ્મરણ રૂપે અર્પણ કર્યું હતું,

આસપાસના વિસ્તારના લગભગ ૫ થી વધારે યુવાનો રોજ બે થી પાંચ કલાકનો નિસ્વાર્થ સમય આપી અને આ સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે,

ઉલ્લેખનીય છે કે, ‘જય દ્વારકાધીશ ગૌ પશુ સેવા ટ્રસ્ટ’ સંચાલિત ‘જય દ્વારકાધીશ ગૌ સેવા હોસ્પિટલ વર્ષ ૨૦૧૫થી લૂલી-લંગડી, અપંગ, કેન્સર પીડિત અને નિરાધાર ગાયોની સતત સેવા કરી રહ્યું છે.
જય દ્વારકાધીશ ગૌ સેવા હોસ્પિટલની એમ્બ્યુલન્સ ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટ થયેલી અથવા તો બીમાર નિરાધાર ગાય હોય તો લોકો આ સંસ્થાનો સંપર્ક કરી હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા તેને શાંતિપરા પાટિયા સ્થિત હોસ્પિટલમાં લાવવામાં આવે છે અને ત્યાં ગંભીર બીમારીની સારવાર કરવામાં આવે છે,

આ સાથે જરૂરિયાતમંદ દર્દીઓ માટે બ્લડ ડોનેશન, શિયાળામાં ધાબળા વિતરણ અને દિવાળીના સમયે રાહત દરે ફટાકડા વિતરણ જેવી અનેક સેવાકિય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે,

આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચૂડાસમા, ધારાસભ્ય સર્વે શ્રી ભગવાનભાઈ બારડ, ભગવાનભાઈ કરગઠિયા, પૂર્વ બીજ નીગમ ચેરમેન શ્રી રાજશીભાઈ જોટવા તથા બાબુભાઈ વાજા, હીરાભાઈ જોટવા, જગમાલભાઈ વાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અહેવાલ : પ્રકાશભાઈ કારાણી (વેરાવળ સોમનાથ)