શાપુર સમસ્ત બ્રહ્મસમાજ તથા વંથલી તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા ભાગનાથ મહાદેવ મંદિર એ અભિષેક નું આયોજન.

આગામી તારીખ.૨૫/૦૧/૨૫ ને શનિવારના રોજ સાંજના ૫.૦૦ વાગ્યાથી શ્રી ભાગનાથ મહાદેવ મંદિર, બસ સ્ટેશન દરવાજા પાસે, શાપુર ગામે અભિષેકનુ આયોજન શાપુર સમસ્ત બ્રહ્મસમાજ તથા વંથલી તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા કરવામાં આવ્યું છે,આ કાર્યક્રમના મુખ્ય યજમાનપદે શ્રી પંકજભાઈ ત્રીવેદી, ઉપપ્રમુખ તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ ઉપસ્થિત રહેશે.


આ અભિષેક બાદ સાંજના ૭/૩૦ વાગ્યે શ્રી પંકજભાઈ ત્રીવેદી તથા તેમના પરીવાર દ્વારા બ્રહ્મ ચોર્યાસી ભોજન,પ્રસાદ રાખવામા આવેલ છે તો આ કાર્યક્રમમા સમસ્ત બ્રહ્મ સમાજ ના સહ પરિવારજનોને પધારવા શ્રી વિનુભાઈ ભટ્ટ તરફથી જણાવવામા આવેલ છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)