ગુજરાત સરકારના રમતગમત વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા શાળાકીય રમોત્સવ (SGFI) 2025-26ના ભાગરૂપે જિલ્લાકક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકુલ, ગાંધીગ્રામ, જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું.
આ સ્પર્ધામાં જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના 1500થી વધુ ખેલાડીઓએ ભાગ લઈને પોતાના કૌશલ્ય અને પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું.
કાર્યક્રમ દરમિયાન ક્રીડા જ્ઞાન પરીક્ષા સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર એનાયત કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ એથ્લેટીક્સમાં શ્રેષ્ઠ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓને પણ સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા.
રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાની ઝલક આપતા કાર્યક્રમમાં માર્ચપાસ્ટનું આયોજન પણ કરવામાં આવ્યું, જેમાં સમગ્ર જિલ્લામાંથી આવેલા ઝોન અને તાલુકાઓએ ભાગ લીધો હતો. આ અવસરે સરદાર પટેલ રમત સંકુલનો નવો એથ્લેટીક્સ ટ્રેક ખેલાડીઓ માટે ખુલ્લો મુકાયો હતો.
આ તકે મુખ્ય મહેમાનો તરીકે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ના વાઈસ ચાન્સેલર ડો. પ્રતાપસિંહ ચૌહાણ, મનપાના કમિશ્નર તેજસ પરમાર, નિવૃત કેપ્ટન (સૈનિક સ્કૂલ), પ્રમુખ વ્યાયામ મંડળ ડો. હમીરસિંહ વાળા ઉપસ્થિત રહ્યા હતા.
સાથે જ વ્યાયામ શિક્ષકો તથા ખેલપ્રેમીઓમાં અલ્તાફભાઇ સીડા, ભરતભાઈ પરમાર, દર્શનભાઈ વાઘેલા, હેમંતભાઈ ચાવડા, રાજુભાઈ બલાધીયા, શૈલેષભાઈ પરમાર, ગિરીશભાઈ પાંચાણી, વસંતભાઈ મધુડીયા, ભરતભાઈ ભેટારીયા, ભાવેશભાઈ લીંબડ, એન.કે. ભુવા, શૈલેન્દ્રસિંહ વાઘેલા, ઈરફાનભાઈ ગરાણા અને દિવ્યરાજસિંહ ચૌહાણ હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
📌 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ