આજે શિનોર મામલતદાર કચેરી ખાતે શિનોર તાલુકાની ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી યોજાઈ, જ્યાં全过程 શાંતિપૂર્ણ રીતે પાર પડ્યું.શિનોર તાલુકા સેવાસદનમાં મતગણતરીનું દૃશ્ય, ઉમેદવારો અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર.
શિનોર તાલુકામાં આજે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની મતગણતરી શિનોર તાલુકા સેવાસદનમાં યોજાઈ હતી. જેમાં ઉમેદવારો ઉપરાંત તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સમગ્ર મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પાર પાડવામાં આવી હતી.
કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શિનોર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
શિનોર તાલુકાની ચાર ગ્રામ પંચાયતો – પુનિયાદ, માલપુર, સાંધા અને દામાપુરા પહેલેથી જ સમરસ જાહેર થયાં હતાં. બાકીની સાત ગ્રામ પંચાયતો અને બે સરપંચ પદની પેટા ચૂંટણી માટે ૨૨મી જૂને મતદાન યોજાયું હતું, જેના પરિણામોની ગણતરી આજ રોજ યોજાઈ હતી.
અહેવાલ: ફૈઝ ખત્રી, શિનોર – વડોદરા